અભિનેત્રી દિવ્યા ચોક્સે હારી કેન્સર સામેનો જંગ, મૃત્યુ પહેલા લખ્યું- ‘ડેથ બેડ પર છું’

હૈ અપના દિલ તો આવારા ફિલ્મ દ્વારા ડેબ્યુ કરનારી અભિનેત્રી, સિંગર, રાઈટરે 28 વર્ષની ઉંમરે વિદાય લીધી

 

કેન્સર સામેની લડાઈમાં અભિનેત્રી દિવ્યા ચોક્સે હારી ગઈ અને તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિવ્યા છેલ્લા દોઢ વર્ષથી કેન્સર સામે જંગ લડી રહી હતી અને રવિવારે માત્ર 28 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું હતું. મૃત્યુ પહેલા દિવ્યાએ પોતાની ઈન્સ્ટાગ્રામની અંતિમ પોસ્ટમાં પોતે ડેથ બેડ પર હોવાનું લખ્યું હતું. અભિનેત્રીની પિતરાઈ બહેને ફેસબુક પોસ્ટના માધ્યમથી દિવ્યાના મૃત્યુના સમાચાર જાહેર કર્યા હતા.

દિવ્યાની કઝિન સૌમ્યા વર્માએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મારે બહું દુખ સાથે જણાવવું પડશે કે મારી કઝિન બહેન દિવ્યા ચોક્સેનું આજે બહુ નાની ઉંમરે કેન્સરના કારણે અવસાન થયું છે. તેણે લંડનથી એક્ટિંગનો કોર્સ કર્યો હતો અને તે ખૂબ સારી મોડલ પણ હતી. તેમણે ઘણી બધી ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કર્યું હતું. તેમણે સિન્ગિંગ ક્ષેત્રે પણ નામ કમાવ્યું હતું અને આજે તે આપણને છોડીને જતી રહી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.’

2016ના વર્ષમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘હે અપના દિલ તો આવારા’ અભિનેત્રી દિવ્યાની પ્રથમ ફિલ્મ હતી. ડિરેક્ટર મંજોય મુખર્જીએ જણાવ્યું કે, ‘તેણી છેલ્લા દોઢ વર્ષથી કેન્સર સામે ઝઝુમી રહી હતી પરંતુ કેટલાક મહીનાઓ બાદ કેન્સરે ફરી ઉથલો માર્યો અને આ વખતે તે બહાર ન આવી શકી. આજે સવારે ભોપાલ ખાતે તેનું અવસાન થયું.’

સૌમ્યા વર્મા સિવાય કુંડલી ભાગ્યની અભિનેતિરી અંજુમ ફકીહે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દિવ્યાના સમાચારની પૃષ્ટિ કરી હતી. અંજુમે લખ્યું હતું કે, ‘તું જ્યાં પણ હોઈશ.. મને ખબર છે કે પહેલા કરતા વધારે ખુશ હોઈશ.. તને યાદ નહીં કરવામાં આવે દિવ્યા કારણ કે તું એના માટે ખૂબ સારી છે.. એક એક્ટર, એક સિંગર, એક રાઈટર, એક બિઝનેસવુમન, એક અસલી દીવા, બહેન તું હંમેશા ચમકતી રહેજે, ચમકતી રહેજે. તારા આત્માને શાંતિ મળે.’

દિવ્યા ચોક્સેએ મૃત્યુ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સ્ટોરી પોસ્ટ કરીને સૌનો આભાર માન્યો હતો અને પોતે આ દુનિયા છોડીને જઈ રહી છે તેમ જણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે, ‘હું જે કહેવા માંગુ છું તે શબ્દ દ્વારા વ્યક્ત નહીં થઈ શકે. પરંતુ મને અનેક મહીનાઓથી અનેક મેસેજ મળી રહ્યા છે તો સમય આવી ગયો છે કે હું તમને સૌને જણાવી દઉં કે હું મૃત્યુશૈયા પર છું. ખરાબ વસ્તુઓ બનતી રહે છે. હું ખૂબ જ તાકાતવાન છું. કાશ.. આગામી જન્મ મુશ્કેલી વગરનો હોય. પ્લીઝ સવાલ ન પુછતા. બસ મારો ભગવાન જાણે છે કે હું તમને બધાને કેટલો પ્રેમ કરૂં છું.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.