અભિનેત્રીને દો ટકે કી કહેનારા મેયરને કંગનાનો જવાબ

-‘હું તો આવી વાતોથી હવે ટેવાઇ ગઇ છું’ કંગનાએ ટ્વીટ કરી

‘હું તો ઉપેક્ષા, અપમાન અને ગાળાગાળીથી ટેવાઇ ગઇ છું’ એમ કહીને અભિનેત્રી કંગના રનૈાતે શિવસેના સંચાલિત મુંબઇના મેયર કિશોરી પેડણેકરના વિધાનની સદંતર અવગણના કરી હતી.

છેલ્લાં ત્રીસ વર્ષથી બીએમસીમાં શિવસેનાનું શાસન છે. હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં પણ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ત્રિપક્ષી સરકાર છે. બીએમસીએ ગેરકાયદે બાંધકામનો આક્ષેપ કરીને કંગનાનો  બંગલો તોડી પાડ્યો એ પગલાને કંગનાએ મુંબઇ હાઇકોર્ટમાં પડકાર્યું હતું.

મુંબઇ હાઇકોર્ટે બીએમસીના મનસ્વી પગલાની આકરી ટીકા કરી હતી અને કંગનાની તરફેણ કરી હતી. આથી અકળાયેલાં મુંબઇના મેયર કિશોરી પેડણેકરે એવું વિધાન કર્યું હતું કે હિમાચલ પ્રદેશથી એક છોકરી અહીં આવીને નામ-દામ કમાઇ પરંતુ આવા બે ટકાના લોકો મુંબઇને પાકિસ્તાનના કબજા તળેના કશ્મીર જેવું ગણાવે છે. આવા બે ટકાના લોકોને મોઢે શું લાગવું.

એના જવાબમા કંગનાએ આખી વાતને હસી નાખી હતી કારણ કે મુંબઇ હાઇકોર્ટે એના પગલાને વાજબી ગણાવ્યું હતું અને બીએમસીના પગલાને પક્ષપાતભર્યું ગણાવ્યું હતું. જો કે કેસ હજુ ચાલી રહ્યો છે. સુનાવણીઓ થઇ રહી હતી.

કંગનાએ એમ પણ કહ્યું હતું કે બોલિવૂડના માફિયા અને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા અપમાનજનક વર્તન અને બેઇજ્જતી મને હવે કોઠે પડી ગયાં હતાં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.