અભિનેત્રી ખૂશ્બુ ભાજપમાં જોડાઇ રહી હોવાની અફવા, કોંગ્રેસના પ્રવક્તાપદેથી હકાલપટ્ટી કરાઇ

તામિલનાડુની સિનેમા સ્ટાર ખૂશ્બુ સુંદર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ રહી હોવાની અફવા જંગલના દવની પેઠે તામિલનાડુમાં ફેલાઇ ગઇ હતી.

આ અફવાના પગલે એને કોંગ્રેસના પ્રવક્તાપદેથી હટાવી દેવામાં આવી હતી. કોંગ્રેસમાં જોડાવા પહેલાં ખૂશ્બુ ડીએમકેમાં હતી. રૂપેરી પરદા પર અભિનય કરતાં કરતાં એને પક્ષપલટો કરવામાં ફાવટ આવી ગઇ હોય એ રીતે એ પક્ષ પલટા કરતી હતી.

2014 સુધી ખૂશ્બુ ડીએમકેમાં હતી. ત્યારબાદ એ કોંગ્રેસમાં જોડાઇ હતી. હવે એ  ભાજપમાં જોડાઇ રહી હોવાની અફવા તેજ બની હતી.  રવિવારે એ દિલ્હી જવા રવાના થઇ હતી જ્યાં એ ભાજપ પ્રમુખ નડ્ડાને મળવાની છે એવી વાતો પણ ઊડી હતી.

ખૂશ્બુ દિલ્હી જવા રવાના થઇ રહી હતી ત્યારે એને મિડિયાએ પૂછ્યું હતું કે તમે ભાજપમાં જોડાઇ રહ્યા છો કે. એ સવાલના જવાબમાં ખૂશ્બુએ કોઇ રીઢા પોલિટિશ્યનની અદાથી કહ્યું નો કોમેન્ટ. તમે કોંગ્રેસ છોડી રહ્યા છેા એવા સવાલનો જવાબ પણ એણે ટાળ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.