અભિનેત્રી ઋચા ચઢ્ઢાએ બીજેપી સાંસદને લીધા આડે હાથ, રામાયણ-મહાભારતથી જોડાયેલું હતું નિવેદન

અભિનેત્રી ઋચા ચઢ્ઢા બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. તે ટ્વિટર પર ઘણા મુદ્દાઓને લઇને સલાહ આપે છે. આ કારણથી તે ઘણી વખત ટ્રોલરના નિશાના પર રહે છે. જોકે, ઋચાએ તેનાથી કોઇ ફરક પડતો નથી. આ વખતે ઋચાએ બીજેપી સાંસદને નિશાના પર લીધા છે.

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સંસદમાં જીડીપીને લઇને નિવેદન આપ્યું હતું જેને લઇને હોબાળો થઇ ગયો. નિશિકાંત દુબેએ કહ્યું, જીડીપી 1934માં આવી. આ પહેલા કોઇ જીડીપી ન હતી માત્પ જીડીપીને બાઇબલ, રામાયણ કે મહાભારત માની લેવું સત્ય નથી અને ભવિષ્યમાં જીડીપીનો વધારે ઉપયોગ થશે નહીં. જીડીપીથી વધારે જરૂરી છે સામાન્ય વ્યક્તિની સ્થાયી આર્થિક કલ્યાણ થવું જે થઇ રહ્યું છે.

ઋચા ચઢ્ઢાએ નિશિકાન્ત દુબેના નિવેદનને લઇને કેપ્શનમાં લખ્યું, એક બુદ્ધિમાન વ્યક્તિએ એક વખત કહ્યું, એક સમય પર આપણા લોકોનું મૃત્યુ થશે. ઋચાના આ નિવેદન પર યૂજર્સ કોમેન્ટ કરી રહ્યા છે.

તેના આ ટ્વીટ બાદ એક યુઝરે લખ્યું, ગજબનું જ્ઞાન છે આ મહાશય પાસે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, જીવવા માટે હવે બચ્યું જ શુ છે. એક યુઝરે લખ્યુ કે ભવિષ્યમાં તમારું પણ વધારે ઉપયોગ થવાનો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.