બોલીવૂડના કલાકારોના સંતાનો સોશ્યલ મીડિયા પર એક્ટિવ થાય એટલે બધાને એ વાતનો ખ્યાલ આવી જાય કે તેઓ હિન્દી ફિલ્મોમાં કામ કરવાની પૂર્વતૈયારી કરી રહ્યાં છે. જોકે હવે ટચૂકડા પડદાની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક પણ બોલીવૂડમાં આવવા તૈયાર છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પલક ‘રોઝીઃ ધ સેફ્રન ચેપ્ટર’ દ્વારા હિન્દી ફિલ્મોમાં ડગ માંડશે. વિવેક ઓબેરોયના સહનિર્માણમાં બનનારી આ મૂવીમાં અભિનેતા કામ પણ કરશે. એમ કહેવામાં આવે છે કે આ હોરર- થ્રિલર સત્ય ઘટનાઓ પર આધારિત છે. તેનું દિગ્દર્શન વિશાલ મિશ્રા કરશે અને મુંબઈ પાસે આવેલા વસઈ ખાતે કોવિડ-૧૯ સામેના સઘળાં સલામતીના પગલાં સાથે તેનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ વાતને સમર્થન આપતાં વિશાલ મિશ્રાએ કહ્યું હતું કે અમે ડિસેમ્બરના મધ્યમાં વસઈ ખાતે તેનું શૂટિંગ શરૂ કરીશું. અન્ય એક ફિલ્મ ‘આઈટીઆઈ’નું શૂટિંગ હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે ફેબુ્રઆરી માસમાં શરૂ થશે.
જ્યારે નિર્માત્રી પ્રેરણા અરોરાના જણાવ્યા મુજબ પલક બે મહિનાથી પોતાના રોલ માટે સખત પરિશ્રમ લઈ રહી છે. તેઓ અન્ય કલાકારો વિશે ટૂંક સમયમાં જાહેરાત કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.