નાગરિકતા સંશોધન કાયદાની વિરૂદ્ધ બોલિવુડની કેટલીક હસતીઓના વિરોધ બાદ હવે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પણ આ કાયદાની આલોચના કરી છે. ઉર્મિલાએ નાગરિકતા સંશોધન કાયદાની તુલના અંગ્રેજોના રોલેટ એકટ સાથે કરી છે. રોલેટ એકટને બ્રિટિશ શાસકોએ 1919મા બીજા વિશ્વ યુદ્ધ બાદ આ રાયદો પાસ કર્યો હતો અને આ કાયદાને ઇતિહાસમાં કાળા કાયદા તરીકે ઓળખાય છે.
ગુરૂવારના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર નાગરિકતા સંશોધન કાયદાની આલોચના કરતાં ઉર્મિલા માતોંડકરે કહ્યું કે 1919મા બીજું વિશ્વ યુદ્ધ ખત્મ થયા બાદ અંગ્રેજ એ સમજી ગયા હતા કે હિન્દુસ્તાનમાં તેમની વિરૂદ્ધ અસંતોષ વધી રહ્યો છે. આથી તેમણે રોલેટ એકટ જેવા એક કાયદાને ભારતમાં લાગૂ કરાવ્યો. 1919ના આ રોલેટ એકટ અને 2019ની સિટિજનશીપ અમેંડમેટ એકટને હવે ઇતિહાસના કાયદા તરીકે ઓળખાશે.
બોલિવુડના 300 કલાકારોએ રજૂ કર્યુ હતુ નિવેદન
આપને જણાવી દઇએ કે ઉર્મિલાની પહેલાં બોલિવુડથી તમામ અન્ય લોકોએ પણ નાગરિકતા સંશોધન કાયદાની આલોચના કરી હતી. અભિનેતા નસીરૂદ્દીન શાહ, ફિલ્મ નિર્માતા મીરા નાયર, ગાયક ટીએમ કૃષ્ણા, લેખક અમિતાવ ઘોષ, ઇતિહાસકાર રોમિલા થાપર સહિત 300થી વધુ હસતીઓએ સંશોધિત નાગિરકતા કાયદા (સીએએ) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીજન્સ (એનઆરસી)નો વિરોધ કરનાર વિદ્યાર્થીઓ અને અન્યની સાથે એકજૂથતા પ્રકટ કરી છે. ‘ઇન્ડિયન કલ્ચરલ ફોરમ’માં 13 જાન્યુરીના રોજ પ્રકાશિત નિવેદનમાં આ હસતીઓએ કહ્યું કે સીએએ અને એનઆરસી ભારત માટે ‘ખતરો’ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.