અભિનેત્રીએ મોદી પર ભડાસ કાઢતા કહ્યુ હતું કે, આપને જે સપોર્ટ કરી રહ્યા છે શું તેમની સાથે આવુ થાય છે. લોકો આપનો ફોટો લગાવીને ડોક્ટર્સ બની જાય છે. દર્દીઓને ધક્કા ખવડાવે છે. કોઈ કંઈ નથી બોલતુ. મોદીજી આ ઠીક નથી કરતા.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પુરી થયા બાદ થયેલી હિંસા મામલે બોલિવૂડમાંથી રિએક્શન આવવા લાગ્યા છે. અભિનેત્રી પાયલ રોહતગીએ આ ઘટના પર ગુસ્સે ભરેલુ રિએક્શન આપ્યુ છે. અભિનેત્રીએ મોદી પર ગુસ્સો કરતા કહ્યુ હતું કે, આપના રહેતા આવુ કઈ રીતે થઈ શકે ? અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આપ લોકતાંત્રિક રીતે જ સેન્ટરમાં આવ્યા છો. તેમ છતાં પણ શા માટે અમને જ ટાર્ગેટ કરો છો. કારણકે અમે આપને સપોર્ટ નથી કરતા એટલા માટે, તે લોકો આપને જ વોટ આપશે, પણ ટાર્ગેટ અમને કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.