સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે, જેને પગલે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. આવા કપરા સમયમાં પણ વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે.
વિશ્વના અગ્રણી બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા વિશ્વના અબજોપતિઓની ૩૫મી વાર્ષિક યાદી જાહેર કરી હતી. આ યાદી મુજબ ભારતના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ચીનના ઉદ્યોગપતિ જેક માને ખસેડીને ફરીથી એશિયાના સૌથી ધનિકનું સ્થાન હાંસલ કરી લીધું છે.
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનિક છે અને અબજોપતિઓની વૈશ્વિક યાદીમાં તેમનો ક્રમ ૨૪મો છે. તેમની સંપત્તિ ૫૦.૫ અબજ યુએસ ડોલર છે. અદાણી જૂથના શૅરમાં મંગળવારે આવેલા ઊછાળાના પગલે ગૌતમ અદાણી ગઈકાલે જ ભારતની ૧૦૦ અબજ ડોલરની ક્લબમાં સામેલ થયા હતા.
વિશ્વમાં સૌથી વધુ ધનિકો અમેરિકામાં ૭૨૪ અને ચીનમાં ૬૯૮ છે. અમેરિકામાં ગયા વર્ષે ૬૧૪ અબજોપતિ હતા જ્યારે ચીનમાં અબજોપતિની સંખ્યા ૪૫૬ હતી. ચીનમાં અબજોપતિઓની સંખ્યા વધતાં વિશ્વમાં સૌથી વધુ અબજપોતિઓ જો કોઈ શહેરમાં હોય તો તે બેઈજિંગ છે. બેઈજિંગે આ બાબતમાં ન્યૂયોર્ક સિટીને પાછળ પાડી દીધું છે .
વિશ્વના અબજોપતિઓની ફોર્બ્સની ૩૫મી વાર્ષિક યાદીમાં અમેરિકાના અમેઝોનના સીઈઓ અને સ્થાપક જેફ બેજોસ ૧૭૭ અબજ યુએસ ડોલર સાથે ટોચ પર છે. એક વર્ષમાં તેમની સંપત્તિમાં ૬૪ અબજ યુએસ ડોલરની વૃદ્ધિ થઈ છે.
વિશ્વના ધનિકોની ફોર્બ્સની ૩૫મી વાર્ષિક યાદીમાં ૨૭૫૫ ધનિકોનો સમાવેશ થાય છે અને તેમની કુલ સંપત્તિ ૧૩.૧ ટ્રિલિયન યુએસ ડોલર છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ૬૬૦ અબજપતિઓનો વધારો થયો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.