આબરૂની ધૂળધાણી : 5 ચીની એન્જિનિયર્સ સાથે 6 લોકોનાં મોત, પાકિસ્તાનમાં ચીનીઓ ફફડ્યા

Suicide attack in Pakistan: પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર આત્મઘાતી હુમલો થયો છે. આ બોમ્બ હુમલામાં પાંચ ચીની નાગરિકોના મોત થયા છે. હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

ઇસ્લામાબાદઃ ફરી એકવાર પાકિસ્તાનમાં હુમલો થતા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની ચિંતા વધી ગઈ છે. આ વખતે પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં આ આત્મઘાતી હુમલો થયો છે. જેમાં 5 ચીની એન્જિનિયર્સ સહિત 6 લોકોનાં મોત થયા છે.

મળતી માહિતી પ્રમાણે આત્મઘાતી હુમલાવરે ચીની એન્જિનિયર્સની કારને નિશાન બનાવી હતી. જેમા વિસ્ફોટ બાદ કાર ખીણમાં ખાબકી હતી અને 6 ચીની નાગરીકોના મોત થઈ ગયા..

 

બીજી તરફ આ ઘટનાના થોડા કલાકો પહેલાં જ નેવલ એરબેઝ ઉપર પણ હુમલો થયો હતો. જેમાં એક પાકિસ્તાની સૈનિકનું મોત થયું. તો સામે ચાર હુમલાખોરોને ઠાર મરાયા હતા. આ એરબેઝ પણ ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર માટે મહત્વનું ગણાય છે.

પાકિસ્તાનમાં આ હુમલા બલુચ લીબરેશન આર્મીએ કર્યા હોવાની જાણકારી સામે આવી છે. આજે જે હુમલો થયો તે ચીની એન્જિનિયર્સ દાસુ ખાતે આવેલા કેમ્પમાં જઈ રહ્યા હતા. તે દાસુમાં 2021માં પણ હુમલો થયો હતો. જ્યારે એક બસને ટાર્ગેટ કરતા 9 ચીની સૈનિક સહિત 13 લોકો મોતને ભેટ્યા હતા. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી ચીની સૈનિકો અને એન્જિનિયર્સ પર હુમલાની ઘટનાઓ તેજ થઈ છે.  તાજેતરમાં બચુચિસ્તાન લિબરેશન  આર્મીએ ચીનની સીપેક પરિયોજનાની લાઈફલાઈન કહેવાતા ગ્વાદર પોર્ટ પર હુમલો કર્યો હતો. જેમા પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્ષ ભારે ગોળીબાર અને વિસ્ફોટના અવાજથી ધ્રુજી ઉઠ્યું હતું.

હકીકમાં ગ્વાદર પોર્ટ પર હુમલો એટલે સીધેસીધો ચીન પર હુમલો કહેવાય. ગ્વાદર પોર્ટ ભલે પાકિસ્તાનમાં હોય, પરંતુ અહીં ચીનનો કબ્જો છે. ગ્વાદર ચીન માટે કેટલું કિંમતી છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે, ગ્વાદર પોર્ટની લોકેશન જોઈને જ ચીને અરબો રૂપિયાની સીપેક પરિયોજના શરૂ કરી હતી. મહત્વનું છે કે, સીપેક યોજના ચીનના કાશગરથી શરૂ થઈને પાકિસ્તાનના ગ્વાદર સુધી આવે છે. પરંતુ આ ગ્વાદર પોર્ટ પર પહેલીવાર બલુચ વિદ્રોહીઓએ મોટો હુમલો કર્યો હતો..

બલુચ આર્મી ચીનના સૈનિકોને નિશાન બનાવે છે તેના કેન્દ્રમાં આજ સીપેક પરિયોજના છે. જેમાં ચીની સૈનિકો કામ કરે છે. એક જાણકારી પ્રમાણે સીપેક યોજનાનો મોટો ભાગ બલુચિસ્તાનથી પસાર થાય છે. ગ્વાદર પોર્ટ પણ બલુચિસ્તાનમાં જ છે. એટલે કે, જે ગ્વાદર પોર્ટમાં બેસશે તે અરબ સાગરના માધ્યમે મોટા શીપ રૂટ પર રાજ કરશે. આ લાલચ જ ચીનને ગ્વાદર પોર્ટ સુધી ખેંચી લાવ્યું.. પરંતુ ચીનને આ લાલચ હવે મોંઘી પડી રહી છે.

બલુચ વિદ્રોહીઓએ ગ્વાદર સહિત સમગ્ર બલુચિસ્તાનથી પસાર થતી સીપેક યોજના પર હુમલો શરૂ કરી દીધો છે. જેના કારણે ચીનની કંપનીઓ કામ છોડીને ભાગી રહી છે. કેટલાય ચીની કારીગરો હથિયાર લઈને કામ પર જાય છે., તેમને પણ છોડવામાં નથી આવી રહ્યા.  બલુચ લડવૈયાઓએ ચીનના અરબો રૂપિયા અને તેમની આબરુની ધજાગરા ઉડાવી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.