આણંદના વિદ્યાનગર રોડ પર અર્થવ કોમ્પલેક્સમાં ACનું કોમ્પ્રેસર ફીટ કરવા યુવક ચોથા માળ પર ગયો હતો. ત્યારે છત પરથી પગ લપસતા યુવક નીચે પટકાયો હતો. જેમાં તેનું મૃત્યુ થયું છે
માહિતી પ્રમાણે યુવકની ઉંમર 32 જાણવા મળી છે. એ.સી ફિટિંગ સમયે ગેસ પ્રેસરના કારણે યુવકે પોતાની જાત પરથી કાબૂ ગુમાવતા નીચે પટકાયો હતો. જે દરમિયાન ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.