વિધર્મી યુવાનો AC, ફ્રીજ અને ટી.વી રીપેરીંગનાં બહાને ઘર સુધી આવીને હિન્દુ બહેન દીકરીઓને ફસાવીને લવ જેહાદનો શિકાર બનાવે છે જેની સામે પાદરામાં શ્રીરામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ કરવામા આવ્યો છે.
Love Jihad: પાદરા શ્રી રામ કુમાર છાત્રાલયનાં ૨૯ માં વાર્ષિક ઉત્સવ માં વિશ્વ હિન્દુ પરિષદનાં ગુજરાતના પૂર્વ મહામંત્રી ડો. જયદીપભાઈ પટેલે વિધર્મી સામે મોટું નિવેદન આપ્યું છે. પાદરામાં શ્રી રામ છાત્રાલયના ૨૯માં વાર્ષિક ઉત્સવની સાથે પાદરા હિન્દુ કૌશલ્ય કેન્દ્રનો પ્રથમ વાર્ષિક ઉત્સવમાં નિવેદન આપ્યું છે.
વિધર્મી યુવાનો AC, ફ્રીજ અને ટી.વી રીપેરીંગનાં બહાને ઘર સુધી આવીને હિન્દુ બહેન દીકરીઓને ફસાવીને લવ જેહાદનો શિકાર બનાવે છે જેની સામે પાદરામાં શ્રીરામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ કરવામા આવ્યો છે.
“ઇસ દેશ મે રહેના હો તો જય શ્રી રામ કહેના હોગા..અને ઇસ મે રહેનાં હે તો વંદે માતરમ્ બોલના હોગા….” ની સાથે સ્ટેજ પર વિધર્મી સામે રણકાર કર્યો હતો. આગમી વર્ષમાં રાજ્યમાં અન્ય ત્રણ હિન્દુ કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે.
પાદરામાં શ્રીરામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં ટીવી, ફ્રીજ, AC સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટેનું કેન્દ્ર શરૂ કરાયું છે જેમાં હિન્દુ યુવાનોને તાલીમ આપી આત્મનિર્ભર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદો
બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે ગુજરાતમાં પણ 2003થી કાયદો છે. આમાં એપ્રિલ 2021માં સુધારો કરવામાં આવ્યો હતો. આ કાયદાને ગુજરાત સ્વતંત્રતા ધર્મ (સુધારા) અધિનિયમ 2021 નામ આપવામાં આવ્યું છે. આ હેઠળ, અન્ય સમુદાયની છોકરીને કેજોલ, છેતરપિંડી અથવા લાલચ આપીને તેની સાથે લગ્ન કર્યા પછી 5 વર્ષની જેલ અને 2 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. જ્યારે છોકરી સગીર હોય તો 7 વર્ષની જેલ અને 3 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.
દેશમાં પોતાની ઓળખ છુપાવીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાને અપરાધની શ્રેણીમાં લાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પ્રસ્તાવિત કરાયેલા એક કાયદામાં ઓળખ છૂપાવીને લગ્ન કરવા અથવા શારીરિક સંબંધ બાંધવા માટે દોષિત ઠરનારને 10 વર્ષની જેલની જોગવાઈ છે. લવ જેહાદ વિરુદ્ધ કેન્દ્ર સરકારનું આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
જો કે, લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ સામેના કાયદા દેશના ઘણા રાજ્યોમાં અમલમાં છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવનારાઓ સામે સખત સજાની જોગવાઈ છે. સરકાર મહારાષ્ટ્રમાં આ કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. ચાલો જાણીએ એવા કેટલાક રાજ્યો વિશે જ્યાં લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કાયદા અમલમાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.