ભિલોડા પોલીસ સ્ટેશનો ASI વિનોદ સુવેરાને દારૂ કેસમાં 3 હજારની લાંચ લેતા એસીબીએ દબોચી લીધો

અરવલ્લી એસીબી પીઆઇ એચ.પી. કરેન અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ વિનોદ ખાતરા સુવેરાને ડિકોય ગોઠવી પોલીસ સ્ટેશનમાં જ 3 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લેતા પોલીસ સ્ટેશનમાં સન્નાટો મચી ગયો હતો

News Detail

 

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને પોલીસકર્મીઓ સતત તોડ અને હપ્તારાજમાં રચ્યા પચ્યા રહેતા હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે અરવલ્લી એસીબી પોલીસે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર વિનોદ ખાતરા સુવેરા દારૂ કેસમાં જામીન આપવા આરોપી પાસેથી ત્રણ હજાર રૂપિયા માંગતા લાંચિયા એએસઆઈની માંગને સરન્ડર થવાના બદલે બુટલેગરે અરવલ્લી એસીબીને જાણ કરતા એસીબીની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશનમાં જ છટકું ગોઠવી ત્રણ હજાર રૂપિયા રંગે હાથે ઝડપી લેતા પોલીસ સ્ટેશનમાં હડકંપ મચ્યો હતો

અરવલ્લી એસીબી પીઆઇ એચ.પી. કરેન અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ વિનોદ ખાતરા સુવેરાને ડિકોય ગોઠવી પોલીસ સ્ટેશનમાં જ 3 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લેતા પોલીસ સ્ટેશનમાં સન્નાટો મચી ગયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર,ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના કેસમાં એક બુટલેગર સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બુટલેગરને ઝડપથી જામીન આપવા માટે ત્રણ હજાર રૂપિયાની માંગણી કરતા દારૂનો બંધાણી સમસમી ઉઠ્યો હતો લાંચીયા એએસઆઇને સબક શીખવાડવા અરવલ્લી એસીબી પોલીસનો સંપર્ક કરતા એસીબી પોલીસે ડિકોય ગોઠવી ભિલોડા પોલીસ સ્ટેશનમાં વિનોદ ખાતરા સુવેરાને ફરિયાદી પાસથી લાંચ લેતા રંગે હાથે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.