ક્લાર્ક બનવા માટે 16 લાખની લાંચ માંગતા લાંચિયા પ્યૂન-આચાર્યને ACB એ દબોચ્યા…

એક તરફ સરકારી નોકરી મેળવવા યુવાધન દિવસ રાત એક કરે છે તો બીજી તરફ ભ્રષ્ટાચારીઓ સરકારી નોકરી અપાવવા માટે લાખોના લાખો ખંખેરતા અટકાતા નથી અને સરકારી નોકરી અપાવવા માટે ચાલી રહેલો ભ્રષ્ટાચાર વધુ એકવાર સામે આવ્યો છે. લાંચિયા બાબુઓને માત્ર પ્રજાના કામમાં નહી પરંતુ પૈસામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે. જો કે ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા આવા લાંચિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.

બનાસકાંઠાના દાંતાની એક શાળામાં આચાર્ય અને પ્યૂન લાંચ લેતા ઝડપાયા. ક્લાર્કની નોકરી અપાવવા માટે રૂ.16 લાખની લાંચ માગતા ઝડપાઇ ગયા અને મહત્વનું છે કે એસીબીને બાતમી મળતા છટકુ ગોઠવીને આચાર્ય શૈલેશચંદ્ર ચંદ્રવદન મહેતા અને પ્યૂન નરેશ કચરાલાલ જોષીને રંગે હાથ ઝડપ્યા છે દાંતાની ભવાની સિંગ વિદ્યાલયમાં આ ઘટના બની. એસીબીએ બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અગાઉ પણ આવી લાંચ લેવામાં આવી હતી કે કેમ, આ ઘટનામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બંન્ને આરોપીઓ રૂપિયા 16 લાખની માંગણી કરી હતી અને રૂપિયા 16 લાખ સ્વીકારી પણ લીધા હતા. મહત્વ ની વાત તો એ છે કે આ લાંચની રકમ સરકીટ હાઉસ પાલનપુરમાં લેવામાં આવી હતી. વિગત વાર વાત કરીએ તો આ કામના ફરીયાદીના દીકરાને કલાર્ક તરીકે નોકરી આપવાના બહાને આ કામના આરોપી નંબર એક શૈલેશચંદ્ર ચંદ્રવદન મહેતા એ ફરીયાદી પાસે રૂપિયા 16,00,000/- ની લાંચની માંગણી કરી હતી અને જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હતા, જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.

જોકે ફરીયાદીની ફરીયાદના આધારે આજે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના બંને આરોપી સાથે રાખી બન્ને એ રૂપિયા 16,00,000/- ની લાંચની રકમ સ્વીકારી લીધી હતી. પરંતુ બંને આરોપીઓ આ લાંચની રકમ લઇ ક્યાંય છટકવાનો પ્રાયસ કરે તે પહેલા જ એસીબીની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા અને ACB પાસેથી મળતી માહિતી પ્રમાણે બંન્ને આરોપીઓના ઘરે અને અલગ-અલગ જગ્યા પણ દરોડા પાડવામા આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.