વડોદરા અમદાવાદ એકપ્રેસવે પર ફોરવ્હીલ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત ,3 ના મોત…

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં બે બાળક સહિત 3 લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ તરફ નડીયાદથી 12 કિલોમીટર દૂર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા છે અને અંદાજે ૧૨ વર્ષની કિશોરી અને દસ વર્ષના કિશોર તેમજ ડ્રાઇવરનું મોત નીપજ્યું છે.

પાર્કિંગમાં ઉભેલા આઇસરમાં પાછળથી કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાઇવે પેટ્રોલિંગ અને હાઈવે એમ્બ્યુલન્સ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યું અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા અને કારમાં છ વ્યક્તિઓ સવાર થઈ સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા. મહેમદાવાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.