ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 યુવકોનું ઘટના સ્થળે જ મોત…..

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે . જેમાં ક્યારેક કોઇક દિવસ ગુજરાત માટે ગોઝારો પણ સાબિત થતો હોય છે. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના ઘટી છે. ધંધુકા-બોટાદ હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત થઈ છે .

જ્યારે બીજા 2ની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર, બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત થઈ છે . જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બાબતે ધંધુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.