પારડી શ્રીનાથ હોટલ સામે નેશનલ હાઇવે નં.48 વલસાડથી વાપી જતાં ટ્રેક ઉપર રોંગ સાઈડ આવતા એક બાઈકચાલકે સામેથી આવતી બાઇકને અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો અને જેમાં સુરતના બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે વલસાડના બે મિત્ર ઈજાગ્રસ્ત થયા હતા.
ગત તા. 6 મે ના રોજ સાંજે પ્રજ્ઞેશ સતિષ પટેલ અને પરેશ શૈલેષ નાયકા (બંને રહે. બગવાડા પારડી) બાઇક લઈને વલસાડથી ઘરે પરત ફરતા હતા. તે દરમિયાન પારડી શ્રીનાથ હોટલ સામે રોંગ સાઈડથી આવતા એક બાઇક ચાલક નરેશ છગન ઘેલાણી (રહે. સુરત-વરાછા)એ પૂરઝડપે હંકારી લાવી બે મિત્રની બાઈકને અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેથી બંને મિત્ર અને નરેશ નીચે પટકાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ પારડી મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
જ્યાંથી સુરતના નરેશ ઘેલાણીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો આ અકસ્માતમાં પરેશ નાયકાને પગમાં ફેક્ચર તેના મિત્ર પ્રજ્ઞેશ પટેલને બંને હાથમાં ઇજા પહોંચી હતી અને રોંગસાઈડથી આવતા નરેશ ઘેલાણીને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન ગતરોજ રાત્રે મોત નીપજ્યું હતું. ઘટના અંગે પારડી પોલીસ મથકે પરેશ નાયકાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.