ગોંડલ-જેતપુર હાઈવે ગોમટા ચોકડી નજીક આવેલ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત સર્જાતા ફેક્ટરીના આશિષ સોલંકી(ઉ.25 – દેવલપુર, ગીર સોમનાથ), રાહુલ પંપાણિયા(ઉં. 22 -સુત્રાપાડા) અને અમર વિશ્વકર્મા(ઉં. 33 – ઉત્તરપ્રદેશ)નું મોત નિપજ્યું હતું. નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા.જેમાં આજે વહેલી સવારે 15થી 20 હજાર લીટરની ક્ષમતાવાળી જ્વલનશીલ પ્રવાહી ભરેલી ટાંકી પાસે વેલ્ડીંગ કરી રહ્યા હતા. આ સમયે દુર્ઘટના બની હતી અને ત્રણેયના મૃત્યુ થયા હતા. ત્રણેય યુવકો કંપનીની લેબર કોલોની ખાતે ક્વાર્ટરમાં રહેતા હતા.
ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પીએસઆઈ એસજી કેશવાલા અને હેડ કોન્સ્ટેબલ પીબી વાલાણી દોડી આવ્યા હતા.અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય યુવાનો વહેલી સવારે 4 વાગ્યે કેમિકલની બેંકમાં વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા અને આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું અને અને જ્યારે અન્ય 2 કામદાર યુવાનોને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. આ દરમિયાન એકનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું અને ત્રીજા યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.અને પોલીસે ત્રણયે યુવકોના પરિવારજનોનો સંપર્ક સાધવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.