ફેદરા થી બગોદરા માર્ગ અકસ્માતનો ગોઝારો બનાવ સામે આવ્યો છે.આ માર્ગ ઉપર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે જાણ થતાં કોઠ પોલીસ ઘટના સ્થળ ઉપર આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
https://www.youtube.com/watch?v=vfCOfGG62Do
મળતી માહિતી અનુસાર વિક્રમભાઈ જાદવ પોતાનું બાઇક લઇને તેમના પત્ની ભાવના બેન, બે દીકરા પાથઁ અને પ્રફુલ અને દીકરી પ્રિયંકા સાથે બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર થઇ ગયો છે. જો કે આ ધટનામાં અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યાં હતાં.
ઘટનાની જાણ થતા ધોળકા ડિવિઝનના નાયબ પોલીસ અધિકારી રીના રાઠવા તાત્કાલિક કોઠ પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે આ ધટનામાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને ફરાર વાહન ચાલકો ને શોધવાના ચક્રોગતિમાન કર્યા છે.
https://www.facebook.com/AsmitaNews/photos/a.342339899843644/1063581337719493/
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.