ઠાસરાના બાધરપુરા પાસેની કેનાલમાં કાર ખાબકતાં અકસ્માત, એકનો બચાવ, બે વ્યક્તિઓ લાપતા ખેડા જિલ્લાના ઠાસરા પંથકના બાધરપુરા સીમમાથી પસાર થતી કેનાલમાં ગતરાત્રે એક કાર ખાબકી છે. આ ઘટનામાં કારમા સવાર એક વ્યક્તિનો બચાવ થયો છે. જ્યારે બે વ્યક્તિઓ કેનાલના પાણીમાં લાપતા બન્યા છે. સ્થાનિકોએ એકને બચાવી લીધો ઠાસરા તાલુકાના બાધરપુર ગામની સીમમાંથી પસાર થતી મહી કેનાલમાં ગત બુધવારની રાત્રે એક કાર ખાબકી હતી. અહીયાથી પસાર થતી કારના ચાલકે એકાએક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી કેનાલના પાણીમા ખાબકી હતી. જોકે, આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને તુરંત રેસ્ક્યૂ કરી કારમા સવાર એક વ્યક્તિને બચાવી લીધો હતો. જોકે, અન્ય બે વ્યક્તિઓ હજુ પણ લાપતા છે. ઉજૈનથી પરત ફરતી વેળાએ દુર્ઘટના સર્જાઈ આ ઘટનામાં લાપતા થયેલા બે લોકોને શોધવા સ્થાનિકોએ રાત્રે ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ પાણીનો વહેણ વધુ હોવાથી આ બન્ને વ્યક્તિઓનો કોઈ અતોપતો મળ્યો ન હતો.
બચી જનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેઓ ઉજ્જૈનથી દર્શન કરી પરત આવતી વેળાએ અકસ્માત થયો છે. પોલીસસુત્રોના જણાવ્યાં મુજબ GJ 03 CB 3785 નંબરની વેગેનાર ગાડી હતી. જેમાં ત્રણ લોકો ધર્મેન્દ્રપુરી ગોસાઈ અને તેઓનો ભાઈ અજયપુરી ગોસાઈ તથા પ્રકાશ ભારતી બાપુ સવાર હતા. જેમાંથી ધર્મેન્દ્રપુરી ગોસાઈનો આબાદ બચાવો થયો છે. જ્યારે અન્ય બે લોકો લાપતા બન્યા છે. તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી આ ત્રણેય વ્યક્તિઓ રાજકોટ જિલ્લાના વતની હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. બાધરપુર કેનાલમાં પાણીનું વહેણ વધારે હોવાથી શોધખોળમાં મુશ્કેલી આવી રહી છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ નહેરના પાણીમાં શોધખોળ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.