મોરબી માળીયા હાઈવે ઉપર ટ્રેલર ની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત, ઘટના સ્થળે મોત નિપજ્યા..

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ચોમાસાનો માહોલ હોવાથી ગાડીઓ સ્લીપ ખાઇ જતી હોવાથી પણ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે..

મળતી માહિતી અનુસાર મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટિયા પાસે બંધ પડેલા ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કારમાં બેઠેલા યુવાનો સહિત પાંચ રાજસ્થાની યુવકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અકસ્માતની જાણ થતાં એસીપી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=72s

આજે ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી પસાર થઈ રહેલી એક લકઝરી બસને પણ અકસ્માત નડયો હતો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.