SuccessStory: અપંગતા-વિકલાંગતા એ કોઇ મર્યાદા નથી. દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ હોવા છતાં વ્યક્તિ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ વડે પોતાનું ભવિષ્ય સુધારી શકે છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે સુરતના બે નેશનલ પેરા ખેલાડીઓ જેનિશ સારંગ અને વૈશાલી પટેલ. જેનિશ પેરા સ્વિમર(SuccessStory) છે અને વૈશાલી પેરા બેડમિન્ટન પ્લેયર. બન્ને વચ્ચે સામ્યતા એ છે કે, તેઓ એક જ હાથે રમે છે. બંને હાથનું જોર તેઓ એક જ હાથે રાખીને રમત રમે છે અને મેડલ પણ જીતે છે.
પેરા સ્વિમર જેનિશ સારંગનો હાથ 2009માં લિફ્ટમાં આવી ગયો હતો. 1 મહિનો હોસ્પિટલમાં રહ્યા બાદ તેણે તેનું 10મું ધોરણ ભણવાનું છોડી દીધું હતું. 2006થી સ્વિમિંગની શરૂઆત કરનાર જેનિશને 2009માં એક્સિડન્ટ થતા તેણે સ્વિમિંગ પ્રત્યે પોતાનો કોન્ફિડન્સ ગુમાવી દીધો હતો. 4 વર્ષ પછી 2013માં તેણે ફરીથી સ્વિમિંગ ચાલુ તો કર્યું, પરંતુ એ સમયે પણ તેને કોન્ફિડન્સ ન હતો.
કોચ કૃતિકા ભગતે તેને યુટ્યુબ પર પેરા સ્વિમરના ઘણા વીડિયો બતાવ્યા અને તેને પ્રોત્સાહિત કર્યો. ત્યારબાદ તેણે ત્રણ મહિના ટ્રેનિંગ કરી અને તરત નેશનલ રમવા જતો રહ્યો. જેમાં તેણે 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા ત્યારથી અત્યાર સુધી તે પેરા સ્વિમર તરીકે પ્રતિયોગીતામાં ભાગ લેતો રહે છે. તેણે નેશનલ પેરા સ્વિમિંગમાં 3 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
બંન્ને હાથનું જોર એક હાથમાં લગાવી વધાર્યું પર્ફોમન્સ
તેણે ત્રણ મહિના ટ્રેનિંગ કરી અને ત્યારબાદ તરત નેશનલ રમવા જતો રહ્યો હતો. ત્યાં તેણે 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા અને ત્યાં તેને માત્ર મેડલ જ નહીં પરંતુ ખોવાયેલો આત્મવિશ્વાસ પણ ફરીથી મળ્યો હતો. તે દિવસથી આજ દિવસ સુધી તે પેરા સ્વિમર તરીકે પ્રતિયોગીતામાં ભાગ લેતો રહે છે. બંને હાથનું જોર એક જ હાથમાં લગાવી દઈને તેણે તેનું પર્ફોમન્સ વધાર્યું છે. અને હાલ તે કોચ તરીકે કામ પણ કરી રહ્યો છે.
35 થી પણ વધુ મેડલ જીત્યા
નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જેનિસ સારંગે 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા, ત્યાર થી અત્યાર સુધી તે પેરા સ્વિમર તરીકે પ્રતિયોગીતામાં ભાગ લેતો રહે છે. તેણે નેશનલ પેરા સ્વિમિંગમાં રાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીમાં 35 થી પણ વધુ મેડલ જીત્યા છે. જેમાં 3 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર, તેમજ 7 બ્રોન્ઝ મેડલ સામેલ છે. જેનીશ પેરા સ્વિમર હોવાની સાથે લોકોને સ્વિમિંગ માટે કોચિંગ પણ આપે છે. જેનીશ હવે દેશ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માંગે છે અને દેશનું ગૌરવ વધારવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.