રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતે આપ્યુ ચોંકાવનારું નિવેદન
‘અહીંના લોકોનું પણ LTTE(લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ)ને સંપૂર્ણ સમર્થન હોય છે. એવામાં એવી શંકા છે કે CDSનું હેલિકોપ્ટર ક્રેશ એક ષડયંત્ર અંતર્ગત કરવામાં આવેલો હુમલો હોઈ શકે છે, જેમાં LTTEના સ્લીપર સેલ પણ સામેલ હોય શકે છે અને જો આ હુમલો હોય તો એમાં ISIનું પણ LTTEને સમર્થન હોઈ શકે છે.’
ભારતીય સેનામાં 35 વર્ષ ફરજ બજાવનાર રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતનો આ દાવો છે. તેમનું માનવું છે કે CDSના હેલિકોપ્ટરને ટાર્ગેટ બનાવવું એ LTTEની રણનીતિનો એક ભાગ હોઈ શકે છે. LTTEના કેડર IED બોમ્બને પ્લાન્ટ કરવામાં નિષ્ણાત છે. આ સિવાય LTTEની પાસે ભારતના સૌથી મોટા જવાનને મારવાનો હેતુ પણ છે. NIAએ આ ભયાનક હેલિકોપ્ટર ક્રેશની તપાસ કરવી જોઈએ.
હેલિકોપ્ટર ક્રેશ પાછળ હોઈ શકે ત્રણ કારણ..
બ્રિગેડિયર સાવંત જણાવે છે કે કોઈપણ પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ ત્રણ કારણ હોય છે. પ્રથમ- ટેક્નિકલ ફોલ્ટ, બીજું- પાયલોટ એરર અને ત્રીજું- બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કરવો. પ્રથમ બે કેસમાં પાયલોટ અને એર કન્ટ્રોલનું કોમ્યુનિકેશન થાય છે. પાયલોટ મદદની માગ કરે છે અને આ તમામ વાતચીત બ્લેક બોક્સમાં રેકોર્ડ હોય છે. હવે બ્લેક બોક્સ પણ મળી ગયું છે. આ કારણે જો આ દુર્ઘટના હશે તો માહિતી બહાર આવી જશે.
જોકે ત્રીજી શક્યતા એવી છે કે હેલિકોપ્ટરમાં બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હોય. એવામાં પાયલોટ અને એર કન્ટ્રોલની વચ્ચે કોઈ કોમ્યુનિકેશન થઈ શકતું નથી અને બધું અચાનક જ થઈ જાય છે. આ વિસ્તાર LTTEનો ગઢ હોવાથી આ હુમલા પાછળ LTTEના સ્લીપર સેલનો હાથ હોવાની શક્યતા રહેલી છે.
અકસ્માત કે ષડયંત્ર?:હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ LTTEના સ્લીપર સેલ હોઈ શકે છે; તેમણે ISI સાથે મળીને હુમલો કર્યો હોય એવું પણ બને
44 મિનિટ પહેલાલેખક: વૈભવ પલનિટકર
રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતે આપેલું નિવેદન ચોંકાવનારું
‘અહીંના લોકોનું પણ LTTE(લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ)ને સંપૂર્ણ સમર્થન હોય છે. એવામાં એવી શંકા છે કે CDSનું હેલિકોપ્ટર ક્રેશ એક ષડયંત્ર અંતર્ગત કરવામાં આવેલો હુમલો હોઈ શકે છે, જેમાં LTTEના સ્લીપર સેલ પણ સામેલ હોય શકે છે અને જો આ હુમલો હોય તો એમાં ISIનું પણ LTTEને સમર્થન હોઈ શકે છે.’
ભારતીય સેનામાં 35 વર્ષ ફરજ બજાવનાર રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતનો આ દાવો છે. તેમનું માનવું છે કે CDSના હેલિકોપ્ટરને ટાર્ગેટ બનાવવું એ LTTEની રણનીતિનો એક ભાગ હોઈ શકે છે. LTTEના કેડર IED બોમ્બને પ્લાન્ટ કરવામાં નિષ્ણાત છે. આ સિવાય LTTEની પાસે ભારતના સૌથી મોટા જવાનને મારવાનો હેતુ પણ છે. NIAએ આ ભયાનક હેલિકોપ્ટર ક્રેશની તપાસ કરવી જોઈએ.
હેલિકોપ્ટર ક્રેશ પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બ્રિગેડિયર સાવંત જણાવે છે કે કોઈપણ પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ ત્રણ કારણ હોય છે. પ્રથમ- ટેક્નિકલ ફોલ્ટ, બીજું- પાયલોટ એરર અને ત્રીજું- બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કરવો. પ્રથમ બે કેસમાં પાયલોટ અને એર કન્ટ્રોલનું કોમ્યુનિકેશન થાય છે. પાયલોટ મદદની માગ કરે છે અને આ તમામ વાતચીત બ્લેક બોક્સમાં રેકોર્ડ હોય છે. હવે બ્લેક બોક્સ પણ મળી ગયું છે. આ કારણે જો આ દુર્ઘટના હશે તો માહિતી બહાર આવી જશે.
જોકે ત્રીજી શક્યતા એવી છે કે હેલિકોપ્ટરમાં બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હોય. એવામાં પાયલોટ અને એર કન્ટ્રોલની વચ્ચે કોઈ કોમ્યુનિકેશન થઈ શકતું નથી અને બધું અચાનક જ થઈ જાય છે. આ વિસ્તાર LTTEનો ગઢ હોવાથી આ હુમલા પાછળ LTTEના સ્લીપર સેલનો હાથ હોવાની શક્યતા છે.
અમે જ LTTEને ટ્રેનિંગ આપી, અમે જ એન્કાઉન્ટર પણ કર્યું
‘જે વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે એને વીરપ્પનનો વિસ્તાર પણ કહેવામાં આવે છે, સાથે જ તે LTTEનો ગઢ પણ છે. ઊટી, કોઈમ્બતોર, મેત્યુપાલનનું સમગ્ર જંગલ વીરપ્પનનો વિસ્તાર રહ્યો છે. બ્રિગેડિયર સાંવત કહે છે કે હું કમાન્ડો ઈન્સ્ટ્રક્ટર હતો અને અમે LTTE સાથે એન્કાઉન્ટર પણ કર્યું છે, આ કારણે મને LTTEની પદ્ધતિનો ખ્યાલ છે. તેમની હુમલો કરવાની સ્ટાઈલ બિલકુલ આવી જ છે, જે રીતે હેલિકોપ્ટર ક્રેશ થયું છે.’
ઈન્સાઇડર જોબ પણ હોઈ શકે છે
બ્રિગેડિયર સાંવત કહે છે, હેલિકોપ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવો એ સહેલું કામ નથી, અંતિમ સમયે ડેટોનેટર અને બોમ્બ કનેક્શન પણ હોવું જોઈએ. આ ઈન્સાઈડર જોબ પણ હોઈ શકે છે. આ વિસ્તારના ઘણા સામાન્ય માણસો પણ LTTEના સમર્થક છે. આવો હુમલો કરવા માટે માત્ર બે લોકોની જ જરૂર હોય છે. આવી ઘટના માટે LTTEને વધુ કેડરની જરૂરિયાત નથી. એક કે બે લોકો મળીને આ હુમલો કરી શકે છે.
તાઈવાનના પૂર્વ મિલિટરી ચીફનું હેલિકોપ્ટર પણ આ જ રીતે ક્રેશ થયું હતું
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હેલિકોપ્ટરનું ક્રેશ થવું એ અકસ્માત છે કે એમાં દુશ્મન દેશ ચીનની કોઈ ચાલ છે. આ સવાલ હવે સોશિયલ મીડિયા પર ઉઠાવવામાં આવ્યો છે. તેની પાછળનું પણ કારણ પણ એવું છે કે લગભગ એક વર્ષ પહેલાં તાઈવાનના પૂર્વ મિલિટરી ચીફનું હેલિકોપ્ટર પણ આ જ રીતે ક્રેશ થયું હતું.
તાઈવાનના મિલિટરી જનરલ સતત ચીનની વિરુદ્ધ સખત વલણ અપનાવી રહ્યા હતા. બીજી તરફ CDS રાવતે પણ ચીનને લઈને થોડા દિવસો પહેલાં બાયોલોજિકલ વોરફેરની વાત કરી હતી. આ ઘટનાઓને લઈને ચીન પર શંકા કરવામાં આવી રહી છે.
‘LTTE ઘણા સમયથી ભારત અને ભારતીય આર્મીથી ખૂબ જ નારાજ છે. ભારતે LTTEનો ખાત્મો બોલાવી દીધો અને તેના જાફનાથી લઈને તામિલનાડુ સુધીના નેટવર્કને ખોરવી નાખ્યું છે. LTTEની બચેલી લીડરશિપ હુમલામાં સામેલ હોઈ શકે છે. એમાં પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સી ISIનો પણ હાથ હોઈ શકે છે. એવું પણ બની શકે છે કે ISI અને LTTEએ ભેગા મળીને આ હુમલો કર્યો હોય.’
હ્યુમન બોમ્બનો ઉપયોગ LTTEએ શરૂ કર્યો
બ્રિગેડિયર સાવંત જણાવે છે કે જો કોઈ એવું માને છે કે LTTEની પાસે કોઈ દારૂગોળો અને ટેક્નિકલ સપોર્ટ બચ્યો નથી તો તે એક ભ્રમ છે. LTTEની પાસે આજે પણ રાઇફલથી લઈને એક્સપ્લોસિવ સુધીનું બધું છે. હ્યુમન બોમ્બનો ઉપયોગ LTTEએ પણ શરૂ કર્યો છે. LTTEમાં પણ વિસ્ફોટકોથી ભરેલી ગાડીને અથડાવીને બ્લાસ્ટ કરવાની ક્ષમતા છે. આજે પણ તેમની પાસે વિસ્ફોટકનું ટેક્નિકલ કામ કરવા માટે એક્સપર્ટ છે. એવું પણ બની શકે છે કે આ ઘટનામાં નાની રેન્જની મિસાઈલનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.