મેગાસિટી અમદાવાદમાં હવે દિવસે ને દિવસે હિટ એન્ડ રનના કેસો વધી રહ્યા છે. આ વાત એમ એટલા હદે કહી રહ્યા છીએ. કારણ કે થોડા દિવસ પહેલા જ શિવરંજની ચાર રસ્તા પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પર્વ શાહ નામના યુવકે ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા. ત્યારે વધુ એક આવો જ બનાવ સામે આવ્યો છે.
બિલ્ડર અમિત પેટલની પુત્રી અકસ્માત સર્જી ફરાર..
જેમાં જાણીતા બિલ્ડર ની પુત્રી આ અકસ્માત સર્જાયા હોવાનું સામે આવી રહ્યું છે. બિલ્ડર અમિત પટેલની પુત્રીએ આ અકસ્માત સર્જયો હોવાનું સામે આવી. જેમાં એક કરતાં વધારે યુવકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી છે. જેના કારણે શહેરમાં પણ ચકચાર મચી જવા પામી છે.
https://www.youtube.com/watch?v=KeG5KCdSiXs
આપને જણાવી દઇએ કે યુવકો અકસ્માતનો ભોગ બન્યા છે. તેઓ સી.એના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે યુવતી ગરબા રમીને ઘરે જઈ રહેતી. સાથે જ તેની કાર ૧૦૦ સ્પીડે પર હતી અેવું સામે આવ્યું છે.આ સાથે જ અકસ્માત સર્જયા બાદ યુવતી ફરાર થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.