વલસાડ (VALSAD) જિલ્લાના ભીલાડ (BHILAD) પાસે અકસ્માત (ACCIDENT) સર્જાયો હતો. ભીલાડ પાસે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના (THREE PEOPLE) કમકમાટીભર્યા મોત (DEATH) નીપજ્યા છે. તો ચાર થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં એક દંપતીનું મોત (DEATH OF COUPLE) નિપજ્યું છે.
ભીલાડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં બસ , ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે , આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે.જેમાં એક દંપતી અને એક શખ્સનો સમાવેશ થાય છે.
ત્રણેય મૃતકો ભીલાડ નજીક કનાડુ ગામના વતની હતા. જેમાં મ્યુઝિક વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈ પોતાની પત્ની સાથે કામ અર્થે બહાર નીકળ્યા હતા. ઘરે પરત ફરતા સમયે તેમની ગાડીને અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેના ઘટના સ્થળે મોત નિપજયા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.