ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થયા નથી કેમ કે તેમને એમ લાગ્યું કે પાર્ટી તેમના સૂચનોને લઈને વધારે ગંભીર નહોતી. કોંગ્રેસની ઓફર ફગાવ્યા બાદ પ્રશાંત કિશોર સાથે જોડાયેલા અધિકારીઓએ આ વાતનો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે પાર્ટીમાં સુધાર સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની જગ્યાએ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે જતા રહ્યા જે પ્રશાંત કિશોરને યોગ્ય નિર્ણય ન લાગ્યો.અને તો પ્રશાંત કિશોરના નિર્ણય બાદ બુધવારે કોંગ્રેસે કહ્યું હતું કે જો કોઈ અમારી સાથે જોડાવા માંગે છે તો તેમના માટે અમારા દરવાજા હંમેશાં ખુલ્લા છે.
પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે અમે પાર્ટીમાં બદલાવ કરવાની પ્રક્રિયામાં છીએ અને અમે નિશ્ચિત રૂપ કાર્યકર્તાઓ અને નેતાઓની આકાંક્ષાઓને પૂરી કરવા માટે જરૂરી પરિવર્તન કરીશું. બીજી તરફ પ્રશાંત કિશોરના નજીકના મિત્રોનું કહેવું છે કે તેમને ન લાગ્યું કે કોંગ્રેસ નેતૃત્વએ તેમના સૂચનો પર જરૂરી ધ્યાન આપ્યું, ભલે તેઓ તેમની સલાહનું સમર્થન કરતા નજરે પડ્યા.અને પ્રશાંત કિશોરને સૌથી વધારે હેરાની રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લઈને થઈ કેમ કે જ્યારે કોંગ્રેસ સુધારને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય નજીક હતી પરંતુ તેઓ અચાનક વિદેશ પ્રવાસે જતા રહ્યા
પ્રશાંત કિશોરના નજીકના અધિકારીઓએ કહ્યું કે કોંગ્રેસમાં મોટા નિર્ણય લેનારા નેતાઓમાંથી એક રાહુલ ગાંધી સહયોગ આપવાની જગ્યાએ અલગ નજરે પડ્યા. તેમણે પોતાના નિર્ધારિત પ્રવાસ પર જવાનો નિર્ણય લીધો, જો તેઓ ઇચ્છતા તો તેને સ્થગિત કરી શક્યતા હતા. ભલે કોંગ્રેસ નેતા પ્રશાંત કિશોરના સૂચનોથી સહમત નજરે પડ્યા એ આમ છતા તમને આશંકા હતી. એ પણ કહેવું છે કે કોંગ્રેસમાં પ્રશાંત કિશોર સામેલ થવાને લઈને પાર્ટીના દિગ્ગજ નેતાઓએ અવાજ ઉઠાવ્યો કેમ કે તેમને ડર હતો કે પ્રશાંત કિશોરના સૂચનોના કારણે પાર્ટીમાં તેમનું કદ વધ્યું તો એ લોકોને સાઇડ પર કરી દેવામાં આવશે.
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સામે પ્રશાંત કિશોર સાથે ચાલી રહેલી વાતચીત દરમિયાન જ તેમના TRS પ્રમુખ ચંદ્રશેખર રાવ સાથે મળવા પર પાર્ટીના કેટલાક નેતાઓએ આપત્તિ દર્શાવી હતી.અને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં પોતાના સૂચનો અને યોજનાઓને લાગૂ કરાવવા માટે પૂરી સ્વતંત્રતા ઇચ્છતા હતા પરંતુ એવું કદાચ સંભવ નહોતું એટલે તેમણે કોંગ્રેસના ‘એમ્પાવર્ડ એક્શન ગૃપ’ સામેલ થવાના પ્રસ્તાવને ફગાવી દીધો. અત્યાર સુધી એ નક્કી નથી કે પાર્ટી પ્રશાંત કિશોર સાથે અનૌપચારિક રીતે કામ કરશે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.