અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રાજસ્થાન હોસ્પિટલ ગઇકાલે રાતે વેપારીને આંતરીને ત્રણ શખ્સાએ વેપારીના મોંઢા ઉપર મરચાંની ભૂકી નાંખીને રૂ. ૩5,૦૦૦ ભરેલા થેલાની લૂંટ કરવાની કોશિષ કરી હતી અને અચાનક વેપારીએ બુમાબુમ કરીને આરોપીઓનો પીછો કરતાં એક શખ્સ પકડાઇ ગયો હતો. ઘટનાને લઈને શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ડ્રાયફૂટના વેપારીનું મોપેડ અટકાવીને રૂ. 35, ૦૦૦ ભરેલો થેલો લૂંટવાની કોશિષ કરતા જ વેપારીએ બૂમો પાડી હતી જેના કારણે આરોપીઓ નંબર પ્લેટ વિનાનું બાઈક મૂકીને ભાગી છૂટ્યા હતા. શહેરના ઈન્દિરા બ્રિજ પાસે પેટ્રોલ પંપ પાસેની ક્રિષ્ણા સોસાયટીના રહેવાસી અને કાલુપુર ચોખા બજારમાં કામ કરી રહેલા ગણેશ ડ્રાયફ્રૂટના વેપારીને મોડીરાતે આંતરવામાં આવ્યો અને પછી તેની પાસેથી રૂ. 35000ની રકમ લઈને 3 લૂંટારુઓ ફરાર થયા હતા. ઘટના શાહીબાગના તેરાપંથ ભવનથી જૈન કોલાની પાસે બની હતી.
આ બનાવમાં જે ચોંકાવનારી વિગતો સામે આવી છે તેમાં જાણવા મળી રહ્યું છે કે લૂંટારુઓ નંબર પ્લેટ વિનાની બાઈક લઈને આવ્યા હતા. તેમના ફેસ પણ ઢાંકેલા હતા. તેઓ લૂંટ માટે મરચાની ભૂકી પણ સાથે લાવ્યા હતા. વેપારીએ બૂમાબૂમ કરતાં આરોપીઓ નાસી ગયા હતા. સ્થાનિક લોકોએ પીછો કર્યો અને 3માંથી 1 વ્યક્તિને પકડી લીધો હતો. ઘટનાને લઈને વેપારીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને પોલીસ તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.