સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યાના કેસમાં આરોપી સામે ગુનામાં ચાર્જ ફ્રેમ થશે. તથા વકીલ દ્વારા કોર્ટમાં 80 પુરાવા રજૂ કરાયા છે. તેમાં સુનાવણીના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તથા આજે થનારી સુનાવણીમાં આરોપી સામે ગુનામાં ચાર્જ ફ્રેમ થશે.અને તેની સાથે જ કોર્ટ દ્વારા કેસની સુનાવણી ડે ટુ ડે રહેશે.
ઉલ્લેખનિય છે કે સરકારી વકીલ દ્વારા 80 પુરાવા કોર્ટમાં રજૂ કરાયા છે. તથા ટ્રાયલ ઉપર સૌ કોઈની નજર રહેશે. તેમજ સરાજાહેર હત્યાના આ કેસની સુનાવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તેની તકેદારી રાખવામાં આવશે.અને તે માટે પોલીસ કમિશનર, મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ વડાએ પૂરતો બંદોબસ્ત ગોઠવવા માટે તાકીદ કરી છે.
સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલે ગુનાની કબૂલાત ન કરતા ચકચાર ફેલાઇ છે.અને તેમાં હવે સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. તથા આરોપી ફેનિલને લાજપોર જેલ લઈ જવાશે તેમજ સૌથી મહત્વની વાત તો એ છે કે આરોપી ફેનિલને સરકારી વકીલ અપાયા છે.
આરોપી ફેનીલને પૂછવામાં આવ્યું હતુ કે ગુન્હો કબુલ છે તો ફેનિલે ના કહ્યું છે. જેમાં આરોપી ફેનીલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. તથા હવે આ કેસ સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. તથા આરોપીને ફરી લાજપોર જેલ લઈ જવાશે. પાસોદારમાં જાહેરમાં હત્યાના કેસમાં સંડોવાયેલાં આરોપી ફેનિલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મુળ અને કુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં 25 નજરે જોનારા સાક્ષી હતા અને જેમાં નજરે જોનારાઓએ સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં ચપ્પુ હોવાથી તેની પાસે ગયા નહોતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.