હરિ પ્રસાદ સ્વામીના નિધન બાદ સોખડાનું હરિધામ મંદિર કોઈને કોઈ વિવાદમાં સપડાઈ રહ્યું છે અને થોડા દિવસ પહેલા બે સંતોના જૂથ વચ્ચેની લડાઈમાં અનુજ નામના એક હરિભક્તને સંતો દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ સત્સંગી મહિલાઓ દ્વારા પણ મંદિરના સંતો અને વહીવટકર્તાઓની સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને ત્યારે હવે સોખડા હરિધામ મંદિર ફરી એક વિવાદમાં સપડાયું છે. મંદિરના એક પૂર્વ સંત દ્વારા વીડિયોના માધ્યમથી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પ્રબીધ સ્વામી ઘણા સ્વામીની સાથે ખરાબ વર્તન કરતા હતા અને તેઓ લીપ કિસ પણ કરતા હતા. મંદિરના પૂર્વ સ્વામી દ્વારા આ પ્રકારના આક્ષેપ કરવામાં આવતા ફરી એક વખત સોખડા હરિધામ મંદિરનો વકર્યો છે.
વીડિયો વાયરલ કરીને આક્ષેપ કરનાર પૂર્વ સ્વામીએ પોતાનું નામ કિરણ ટંડેલ હોવાનું કહ્યું છે અને તેને જણાવ્યું છે કે, વર્ષ 2001માં લીલાના નામ પર મારી સાથે પ્રબોધ સ્વામી ગંદી હરકતો કરતા હતા. ત્યારબાદ મને પણ ખૂબ હેરાન પરેશાન કરવામાં આવતા મેં 2004માં મંદિર છોડવાનો નિર્ણય કર્યો. હાલ પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી વચ્ચેનો વિવાદ વધારે વકર્યો છે. વીડિયો વાયરલ કરનાર પૂર્વ સ્વામી કિરણ ટંડેલના જણાવ્યા અનુસાર તેમને 1997માં દીક્ષા ગ્રહણ કરી હતી અને ત્યારબાદ તેઓ મંદિરમાં જ રહેતા હતા.
પૂર્વ સ્વામી કિરણ ટંડેલે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પ્રબોધ સ્વામી ઘણા સંતોને લીપ કિસ કરતા હતા, તેને ગુણાતીતની લીલાના નામ પર મારી સાથે પણ 2001માં ગંદી હરકત કરી હતી. સ્વામીની આ પ્રકારની હરકતથી મને આઘાત લાગ્યો અને તેથી મેં મંદિર છોડી દીધું હતું. મંદિરના પૂર્વ સંત દ્વારા જ પ્રબોધ સ્વામી પર વીડિયો વાયરલ કરીને આ પ્રકારના ગંભીર આક્ષેપો કરતા મંદિરનો વિખવાદ વધારે વધ્યો છે. મહત્ત્વની વાત છે કે અગાઉ સત્સંગી મહિલાઓએ પણ મંદિરના ટ્રસ્ટીને કહ્યું હતું કે અમારે ગુણાતીત જોઈતો નથી અને તેનો ફોટો અને તે મંદિરની બહાર જવો જોઈએ. ગુણાતીત એટલે મહિલાઓ પ્રબોધ સ્વામીની વાત કરી રહી હતી. મહિલાઓએ પ્રેમ સ્વરૂપ સ્વામીને મંદિરના ગાદી સોપવામાં આવે તેવી માગણી કરી હતી.
અનુજ ચૌહાણને માર મારવાની ઘટના સામે આવ્યા બાદ અનુજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે સત્તાને લઇને લડાઈ ચાલી રહી છે અને તે પ્રેમ સ્વરૂપ સ્વામીનો સમર્થક હોવાના કારણે તેને પ્રબોધ સ્વામીના સંતો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસ દ્વારા 5 સંતો અને બે હરિભક્તોની અટકાયત પણ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.