વર્ષ 2017માં ખેડમાં એક હત્યાકાંડ થયો હતો જેમા દંપત્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને આ મામલે નડિયાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેનો ચુકાદો આવી ગયો છે. પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને પણ દબોચી લીધો હતો. જેથી સામે હત્યાનો કેસ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો હતો.
સાંભળીને તમને નવાઈ લાગશે કે હત્યાને અંજામ આપનાર બીજુ કોઈ નહી પરંતુ મૃતકમનો ભાઈજ હતો. 2017માં તેણે તેના સગા ભઈ ભાભીની હત્યા કરી હતી. જેને લઈને ચકચાર મચી જવા પામી હતી. જોકે આ મામલે હવે કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. જેથી આરોપીની સજા હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
2017માં આ બનાવ બન્યો હતો. જેમા મહુધાના અલીણા ગામે આરોપી વીપુલ પટણીએ ખૂની ખેલ ખેલ્યો હતો. જેમા તેણે તેનાજ ભઈ-ભાભીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.અને જેથી આ મામલે હવે નડિયાદ એડિશનલ ડિસટ્રીક્ટ જજ દ્વારા આરોપીને ફાંસની સજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે જ્યારે હત્યાનો બનાવ બન્યો હતો ત્યારે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આજે તેને ફાંસીની સજા આપી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.