સુરતમાં બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની થઇ છે. જેમાં સગરામપુરામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ.અને તેમાં 21 વર્ષીય આરોપીને આજીવન કેદની સજા સંભળાવાઈ છે. તથા પીડિતાને રૂ.7 લાખ વળતર ચૂકવવા કોર્ટનો હુકમ છે.
ઉલ્લેખનિય છે કે 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર મામલે કોર્ટે સજાનો હુકમ કર્યો છે. સગરામપુરામાં 21 વર્ષીય અફરોજ મહેરાબે 8 વર્ષની બાળકીને રૂ. 10ની લાલચ આપી હતી. તેમાં લાલચ આપી આરોપી બાળકીને પોતાના ઘરમાં ખેંચી જઈ બળાત્કાર ગુજાર્યો હતો. અને જેમાં 21 વર્ષીય આરોપી અફરોજ મહેરાબ ખાનને આજીવન કેદ (અંતિમ શ્વાસ સુધી)ની સજાનો હુકમ સાથે જ પીડિતાને રૂપિયા 7 લાખ વળતર પેટે ચૂકવવા આરોપીને કોર્ટનો હુકમ છે.
આ ઉપરાંત કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યુ હતુ કે, બનાવમા ભોગ બનનાર બાળાના બાકીની સામાન્ય જિંદગી ઉપર પણ અસર પડી છે અને બળાત્કારનો ગુનો માત્ર શરીરને અસર કરે તેવો ગુનો તો છે પરંતુ વ્યક્તિના આત્માનું મૃત્યુ થાય તેવો ગુનો બને છે. કેસની વિગત મુજબ મૂળ બિહારના અને સુરતમાં રહેતો અફરોજખાન 2 વર્ષ પહેલા પોતાના ઘરમાં હતો. ત્યારે પાડોશમાં રહેતી 8 વર્ષીય બાળા ગુટકા લેવા માટે આવી હતી. આ દરમિયાન આરોપીએ તેનો હાથ પકડીને રૂ.10ની લાલચ આપી પોતાના રૂમમાં લઇ ગયો હતો અને બાળકીના હોઠ પર કરડયો હતો અને ગુપ્તાંગ સાથે છેડછાડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.