અચાનક બ્લડપ્રેશર લો થઇ જાય તો ગભરાશો નહીં આ ઉપચારથી બીપી કંટ્રોલ કરો

લો બ્લડ પ્રેશર, હાઇપોટેન્શન, જેમાં બૉડીમાં બ્લડનું સર્ક્યુલેશન ખૂબ જ ધીમુ થઇ જાય છે જેના કારણે ચક્કર આવવા, નબળાઇ આવવી, ઉબકા થવા, ઝાંખુ દેખાવું અને શ્વાસ લેવામાં પરેશાની જેવી કેટલીય બધી મુશ્કેલીઓ થવા લાગે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિમાં સૌથી પ્રથમ કામ શું કરવું જોઇએ?

મીઠાવાળું પાણી

બીપી લો થવા પર સૌથી પ્રથમ ઘરેલૂ ઉપચાર તરીકે મીઠાવાળું પાણી પીઓ કારણ કે મીઠામાં રહેલ સોડિયમ બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. પરંતુ ધ્યાન રાખો કે ખૂબ જ વધુ પ્રમાણમાં પણ તેનો ઉપયોગ ન કરવો જોઇએ. મીઠાનું વધુ પ્રમાણ પણ બોડી માટે યોગ્ય નથી.

ઇલેક્ટ્રોલનું મિશ્રણ

જો અચાનકથી કોઇ વ્યક્તિનું બીપી લો થઇ જાય છે અને તેને ચક્કર આવવા લાગે છે, ચહેરા પર સનસનાટીનો અનુભવ થવા લાગે છે, હાથ-પગ કાંપવા લાગે છે. તો તેમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોલ ઘોલ અથવા ખાંડ, મીઠાનું પાણી આપો. તરત જ લાભ થશે.

કૉફી

એક કપ કોફી, હોટ ચોકલેટ અથવા કૈફીન વાળી વસ્તુઓ ખાવાથી અથવા પીવાથી પણ લો બીપીને તરત કંટ્રોલ કરી શકાય છે. લો બીપીનો પ્રોબ્લેમ ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે સવારે ઉઠતા જ એક કપ કૉફી પીઓ અથવા નાસ્તાની સાથે લો. પરંતુ કૉફી પીવાની આદત ન પાડશો કારણ કે વધુ કૈફીન પણ બૉડી માટે યોગ્ય નથી.

મીઠુ અથવા નમકીન

તેમાંથી કંઇ પણ શક્ય ન હોય તો તાત્કાલિક કંઇ પણ મીઠું અને નમકીન ખાઇ લો. તે પણ તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનું કામ કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.