અચાનક નથી આવી મંદી, જાણો કેવી રીતે બગડી અર્થવ્યવસ્થા ક્યા થઈ ચુક?

સુસ્ત પડેલી ભારતીય અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવાનાં તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેમકે હવે અર્થવ્યવસ્થાની ગાડી પુરપાર દોડે તેવી શક્યતા છે. 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલર ઇકોનોમીનું લક્ષ્ય પુરૂ થઈ જશે. રસ્તામાં બહુ બધી મુશ્કેલીઓ અને પડકારો છે. હાલમાં GDP ગગડીને 4.5ના દરે આવી ગઈ છે. સવાલ થઈ રહ્યા છે કે પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના સપનાઓ વચ્ચે આ કેવી બ્રાન્ડ ઇન્ડિયા બની રહી છે. જેનાથી છેલ્લા પાંચ વર્ષ ધરાશાયી થઈ ચુક્યા છે.

દુનિયાને બજાર ખોલવાની શિખામણ આપતું ભારત પોતાના બજારને બંધ કરી રહ્યું છે. વર્ષ 2000માં આંતરરાષ્ટ્રિય વ્યાપારના ભારતના જીડીપીમાં ભાગીદારી ફક્ત 19 ટકા હતી જે 2011માં વધીને 55 ટકા થઈ હતી. હાલમાં આ આંક 45 ટકા સુધી પહોચ્યો છે. આ જ કારણ છે કે ઘરેલૂ ઉપયોગની સાથે વિદેશ વેપારમાં પણ ઘટાડો થયો છે અને વિકાસ દર 4.5 ટકા સુધી પહોંચ્યો છે.

છેલ્લા પાંચ વર્ષોમાં નિકાસનો દર સતત ઘટ્યો છે
2003થી 2011ની સરખામણીએ 2012-2017ની વચ્ચે ભારતની નિકાસ ઘટી રહી છે. મળતી માહિતી અનુસાર GDPમાં વધારો અને અપેક્ષાકૃત સ્થિર વિદેશી મુદ્રા વિનિમય દરની સાથે પાંચ વર્ષમાં દરેક નિકાસમાં ભારતનો ક્રમ ઘટી રહ્યો છે. 2014 બાદ GDPમાં વધારો પણ શંકાસ્પદ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.