એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઇની ધારાવીમાં રવિવારે કોરોના ચેપના 14 નવા કેસો આવ્યા પછી અત્યાર સુધીમાં રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા 43 થયા બાદ સત્તાવાળાઓમાં હડકંપ મચી ગયો છે.
એવો ભય છે કે જો રોગચાળો અહીં ફેલાશે તો પરિસ્થિતિ શું થશે. ધારાવીમાં 12 દિવસ પહેલા કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.
કોરોના ચેપના 15 નવા કેસો ધારાવીમાં આવાય છે તેમાંથી 9 લોકો એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જેનું કોરોનાથી મોત થઇ ચુક્યું છે, અધિકારીઓ હવે ઉંડાણપૂર્વક તપાસમાં લાગ્યા છે કે આખરે અત્યાર સુંધીમાં કોણ-કોણ આ રોગચાળાનો ભોગ બન્યાં છે.
શનિવારે કસ્તુરબા હોસ્પિટલમાં 80 વર્ષીય વૃદ્ધના મોત બાદ ધારાવીમાં કુલ મૃત્યુઆંક 4 થઈ ગયો છે. વૃદ્ધની 35 વર્ષની પુત્રી પણ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.