એક્ટર સોનુ સૂદ સતત લોકોની મદદ કરી રહ્યો છે,સોનુએ મોટા પ્રમાણમાં ઓક્સીજન સિલેન્ડર ડોનેટ કર્યા

બોલિવૂડના ઘણાં  સેલેબ્સ આગળ આવીને લોકોને મદદ કરી રહ્યાં છે. ત્યારે દરેકની આશા પૂરી કરે છે સોનુ સૂદ. જ્યારે જરૂરિયાતમંદ લોકો બધી બાજુથી નિરાશ થઈ જાય છે ત્યારે તેઓ સોનુ પાસે મદદ માંગે છે. સોનુ પણ દરેક સંભવ પ્રયાસ કરીને મદદ માટે તૈયાર રહે છે. તે ગયા વર્ષથી એટલે કે આ મહામારી શરૂ થઈ ત્યારથી જ લોકોની મદદ કરી રહ્યો છે.

સોનુએ ખૂબ જ મોટા પ્રમાણમાં ઓક્સિજન સિલિંડર દાન કર્યા છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે અને ભારતને મજબૂત રહેવાની વાત કહી છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા તરફથી તમારા માટે ઓક્સિજન, મજબૂત રહે ભારત’.

સોનુ સૂદ રોજ અસંખ્ય લોકોની મદદ કરી રહ્યો છે. તેણે લોકોને મદદ કરવા માટે સૂદ ફાઉન્ડેશનની રચના કરી છે. આ સિવાય તેનું પર્સનલ ટ્વિટર એકાઉન્ટ લોકોની મદદની માંગથી ભરેલું રહે છે. સૂદની સાથે સાથે, તેની ટીમ પણ જરૂરિયાતમંદ લોકોને સહાય પહોંચાડવા સતત કાર્ય કરી રહી છે.

સોનુ સૂદે 25 એપ્રિલે એક ટેલિગ્રામ એપ્લિકેશન શરૂ કરી, જેના દ્વારા તે દેશભરના જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલમાં બેડ, દવાઓ અને ઓક્સિજન ઉપલબ્ધ કરાવશે. શનિવારે તેણે ટ્વિટ કરીને દેશવાસીઓને સોનુ સૂદ કોવિડ ફોર્સમાં જોડાવાની અપીલ કરી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.