હરિયાણાનાં કરનાલમાં લધુ સચિવાલય ખાતે ત્રીજે દિવસે પણ ખેડૂતોનાં ધરણાં ચાલી રહ્યાં છે. ધટના સ્થળે ૧૦૦૦ થી વધુ ખેડૂતો ધરણાં કરી રહ્યાં છે. વહીવટીતંત્રે ધરણાં સ્થળ પર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાવી દીધાં છે.
સચિવાલય પર બાજ નજર રખાઈ રહી છે. ગુરુવારે ૧૨ વાગ્યાથી કરનાલમાં ઈન્ટરનેટ અને એસએમએસ સેવા બંધ કરી દેવામાં આવ્યું છે. ધરણાં બેઠા ખેડૂતો બસતાડા ટોલનાકા ખાતે દેખાવકારો પર ૨૮ ઓગસ્ટેનાં રોજ લાઠીચાર્જ થતો તે દિવસે ખેડૂતોના માથા ફોડવાના આદેશ આપનારા આઈએએસ અધિકારી આયુષ સિંહને સસ્પેન્ડ કરવાની માંગણી કરી રહ્યાં છે.
હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વીજે આ માંગણી સંદર્ભેમાં જણાવ્યું હતું કે રાજય સમગ્ર કરનાલ પ્રકરણની તપાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.