ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આંશિક રાહત મળી રહી છે પરંતુ કેસ દરરોજ વધી જ રહ્યા છે અને 12 હજારથી વધારે નવા કેસ દરરોજ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારે છે ત્યારે હવે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી રેમડેસિવિરઈંજેક્શનમાં કાપ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર હવે એક્ટિવ કેસના આધારે રેમડેસિવિર ફાળવશે.
હવે સોમવારથી દરરોજ ગુજરાતને 11392 ઈન્જેક્શન આપવામાં આવશે. કેન્દ્ર સરકારની નવી ફોર્મ્યુલાના કારણે રાજ્યને રોજ આપવામાં આવત ઈંજેક્શનમાં 4170નો ઘટાડો થયો છે. ગુજરાતને હવે સાત દિવસમાં 79,744 ઇન્જેક્શન જ મળશે.
કોરોનાની સ્થિતિ મુદ્દે ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં કેન્દ્ર તરફથી પુરતો ઓક્સિજન ન મળતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુજરાતને 975 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન નથી મળતો ન હોવાની વાત ગુજરાત સરકારે કરી છે. સાથે સરકારે કહ્યું કે, ઓક્સિજનના અભાવે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર થતી નથી. મહત્વનું છે કે, રાજ્યોમાં સરકારોની કામગીરીને લઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ નજર રાખી રહી છે.
કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં સતત ત્રીજા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી છે. રાજ્યમાં 12 હજાર 64 નવા કેસ નોંધાયા છે જ્યારે સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા 13 હજાર 85 રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.