ગત 24 કલાકમાં આની સંખ્યા 3, 92, 459 રહી છે. જો કે દેશમાં કોરોનાથી એક્ટિવ કેસની સંખ્યા વધીને 33 લાખને પાર થઈ ગઈ છે. આ દરમિયાન કોરોનાના કારણે 3684 લોકોએ જીવ ગુમાવ્યો છે.
એક્ટિવ કેસની સંખ્યા વધીને 33,43,910 થઈ ગઈ છે. જે સંક્રમણના કુલ કેસના 17.06 ટકા છે. તથા દર્દીઓના સાજા થવાનો દર વધારે ઘટીને 81.84 ટકા રહી ગયો છે. આંકડા અનુસાર દેશમાં સંક્રમણ બાદ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 1,59,81,772 થઈ ગઈ છે. મૃત્યુદર 1.11 ટકા છે. આઈસીએમઆરના જણાવ્યાનુસાર 30 એપ્રિલ સુધી 28,83,37,385 નમૂનાની તપાસ કરવામાં આવી છે.
જેમાંથી મહારાષ્ટ્રમાં 802, દિલ્હીમાં 412, ઉત્તર પ્રદેશ 304, છત્તીસગઢમાં 229, કર્ણાટકમાં 271, ગુજરાતમાં 172, રાજસ્થાનમાં 160, ઉત્તરાખંડમાં 107 અને ઝારખંડમાં 169, પંજાબમાં 138 અને તમિલનાડુમાં 147 લોકોના મોત થયા છે.
દેશમાં સંક્રમણના કારણે કુલ 2,15,523 લોકોના મોત થયા છે, જેમાં મહારાષ્ટ્રમાં 69,615, દિલ્હીમાં 16,569, કર્ણાટકમાં 15,794, તમિલનાડુમાં 14,193, ઉત્તર પ્રદેશમાં 12,874, પશ્ચિમ બંગાળમાં 11,447, પંજાબમાં 9160 અને છત્તીસગઢમાં 8810 લોકોના
દિલ્હીમાં રોજના 25 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. ગત 24 કલાકમાં 412 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.