દેશમાં કોરોનાનો રિકવરી રેટ (Corona Recovery Rate) સુધરીને 97.3 ટકા થઈ ગયો છે. એક્ટિવ કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 66,11,561 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,067 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 94 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 5 લાખ 61 હજાર 608 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 13,087 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,41,511 એક્ટિવ કેસો છે
ગુજરાતમાં 9મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં 56,332 વ્યક્તિને એક જ દિવસમાં 976 કે્ન્દ્રો પરથી રસી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં માત્ર 234 નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં હાલમાં કુલ 2040 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે કુલ 24 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે રાજ્યમાં કુલ 2016 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 2,57,743 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કુલ 4379 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આજે રાજ્યમાં અમદાવાદમાં એક મૃત્યુ થયું છે.
સરકારી કોરોના બુલેટિન મુજબ અત્યારસુધીમાં કોરોના રસીના કારણે એક પણ વ્યક્તિને કોરોનાની આડઅસર જોવા મળેલી નથી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.