એક્ટર કુશ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,જાણો શુટિંગને લઈને શું કહ્યું અસિત મોદીએ

ટીવીનો પોપ્યુલર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર્સ એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. શોમાં ડો. હાથીના દીકરા ગોલીનો રોલ કરનારા કુશ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવી ગાઈડલાઈન્સના અનુસાર દરેક શોના સ્ટાર્સ અને મેમ્બર્સે શૂટ પહેલા કોરોના ટેસ્ટ કરાવવાનો રહે છે.

કુશ શાહ જે ગોલીનો રોલ કરી રહ્યો છે અને પ્રોડક્શનના કેટલાક લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેન કાસ્ટમાં કોઈ પણ પોઝિટિવ નથી. આ સાથે તેઓએ એમ પણ કહ્યું છે કે તેમના જે કલાકારો પોઝિટિવ આવ્યા છે તે હોમ ક્વોરન્ટાઈન છે. હાલમાં 15 દિવસ સુધી કોઈ શૂટિંગ થશે નહીં. જનતા કર્ફ્યૂ બાદ પણ થોડા દિવસ શૂટિંગ બંધ રહેશે. અનેક શો મેકર્સે ફિલ્મનું શુટિંગ મુંબઈને બદલે ગોવામાં શૂટિંગનો પ્લાન કર્યો છે.

આ શો હવે જલ્દી જ તેલૂગૂ અને મરાઠી વર્ઝનમાં પણ રીલિઝ થવાનો છે. આ બંને ભાષામાં આ શોને રીલિઝ કરવા માટેનો હેતુ છે કે રીજનલ દર્શકો સુધી પહોંચી શકાય. એટલું જ નહીં મેકર્સની યોજના છે કે અન્ય ક્ષેત્રીય ભાષામાં આ શોને લાવવામાં આવે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.