બોલિવુડના કોરિયોગ્રાફર પ્રભુદેવાના ફેંસ માટે એક સારી ન્યૂઝ સામે આવી છે. વાસ્તવમાં પ્રભુદેવા ચોથી વખત પિતા બની ગયા છે. તેમની બીજી પત્ની હિમાનીએ પહેલી બાળકીને જન્મ આપ્યો છે. આ વાતને પ્રભુદેવાએ પોતે જ કન્ફર્મ કર્યું છે.
હમણાંજ જ એક ઈન્ટરવ્યૂમાં પ્રભુદેવાએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, “હા આ ખબર સાચી છે. હું આ ઉંમરમાં એટલે કે 50 વર્ષમાં ફરી એક વાર પીતા બની ગયો છું અને હું વધારે ખુશ પણ છું. આજે હું પોતાને પુરો અનુભવી રહ્યો છું. આ બધામાં સૌથી સારી વાત એ રહી કે પરિવારમાં એક લક્ષ્મીનો જન્મ થયો છે.
પ્રભુદેવાને પહેલી પત્નીથી ફકત ત્રણ દિકરા જ હતા. આજ કારણ છે કે પ્રભુદેવા હવે ઘરમાં લક્ષ્મી આવવાથી ખૂબ જ વધારે ખુશ પણ છે અને વધારે સમય દિકરીની સાથે રહેવા પણ માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.