બોલિવૂડ અભિનેતા (BOLLYWOOD ACTORS) સલમાન ખાન (SALMAN KHAN) આજે અમદાવાદ (AHMEDABAD) આવ્યા છે. જેમાં સલમાન ખાને અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની (GANDHI ASHRAM) મુલાકાત લીધી છે. ઉલ્લેખનીય છે કે બોલીવુડ અભિનેતા સલમાન ખાને પોતાની નવી ફિલ્મ (FILM) “અંતિમ”ના પ્રમોશન (PROMOTION) માટે અમદાવાદ આવ્યા છે.
અભિનેતા સલમાન ખાન ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. સલમાન ખાન અમદાવાદમાં આવતાની સાથે જ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જેમાં ગાંધી આશ્રમમાં હૃદયકુંજ અને ગાંધીજીના રુમની મુલાકાત કરે છે. ગાંધી આશ્રમમાં સલમાનને સુતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લડકી ની જેમ પહેરી હતી.
ગાંધી આશ્રમમાં આવતા વીઆઈપી મુલાકાતીઓને આશ્રમમાં સુતરની આંટી પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે તે જ પ્રમાણે સલમાનનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સલમાને ફિલ્મના પ્રમોશન દરમિયાન સાબરમતી આશ્રમની મુલાકાત લીધી છે. બોલિવૂડની અપકમિંગ ફિલ્મ “અંતિમ” ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા છે.
ગાંધીજીનો પારંપરિક રેટિયા પર સલમાન ખાને ચલાવ્યો હતો. ગાંધી આશ્રમથી સલમાન ખાનની કરતા દરમિયાન આશ્રમમાં આવેલા મુલાકાતીઓ અને સલમાનના ચાહકોએ બેરિકેટ તોડયાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.