બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.અને મળતી વિગતો મુજબ બેંગ્લોરની એક હોટલમાં કેટલાક લોકો પાર્ટી કરી રહ્યા હતા. જેને લઈ પોલીસ રેડ કરી શ્રદ્ધા કપૂરના ભાઈ સહિતના લોકોને ઝડપી પાડયા હતા. જે બાદમાં તમામનો ડ્રગ ટેસ્ટ કરવામાં આવતા શ્રદ્ધાના ભાઈ સહિત અન્ય છ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી પોલીસ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બૉલીવુડની દુનિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે અને બૉલીવુડના પીઢ એક્ટર શક્તિ કપૂરના પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ હોવાથી તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
બેંગ્લોરના એમજી રોડ પર સ્થિત એક હોટલમાં સિદ્ધાંત કપૂર સહિતના લોકો પાર્ટી કરી રહ્યા હતા. જ્યાં પોલીસ રેડ કરી તમામના ડ્રગ ટેસ્ટ કરાવ્યા હતા અને જેમાં શ્રદ્ધા કપૂરના ભાઈ સહિત કુલ છ લોકો ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ પોલીસે તમામની ધરપકડ કરી છે.
સિદ્ધાંત કપૂર પીઢ અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ છે. સિદ્ધાંત પોતે પણ ફિલ્મ લાઈનમાં છે. તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે અને એ અલગ વાત છે કે સિદ્ધાંતની કરિયર ફ્લોપ રહી છે. ફિલ્મો ઉપરાંત તે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. પરંતુ આજ સુધી આવી કોઈ ભૂમિકા તેમને ઓળખ આપી શકી નથી.
સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ હસીના પારકરમાં સ્ક્રીન શેર કરી હતી. સિદ્ધાંતની અગાઉની રિલીઝ ફેસિસ હતી અને આ ફિલ્મની હાલત પણ તેની અન્ય ફિલ્મોની જેમ ફ્લોપ રહી હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે ડ્રગ્સ કેસમાં સિદ્ધાંતની બહેન શ્રદ્ધા કપૂરનું નામ પણ આવ્યું હતું. સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં શ્રદ્ધા કપૂર NCBના રડારમાં આવી હતી. આ મામલે NCB ટીમ દ્વારા શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. શ્રધ્ધા કપૂર વિશે એવું કહેવાય છે કે, તે ઘણી વખત લોનાવલા સ્થિત સુશાંતના ફાર્મ હાઉસમાં પાર્ટીમાં ગઈ હતી. જોકે પૂછપરછ દરમ્યાન અભિનેત્રીએ NCBને જણાવ્યું હતું કે, તે પાર્ટીમાં ગઈ હતી પરંતુ તેણે ડ્રગ્સ લીધું ન હતું. શ્રદ્ધાએ ડ્રગ્સ લેવાનો સંપૂર્ણ ઇનકાર કર્યો હતો.અને નોંધનીય છે કે, શ્રદ્ધા કપૂર અને સુશાંતે સાથે ફિલ્મ છિછોરે કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.