ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી મસ્જિદ 6 ડિસેમ્બરના દિવસે ધ્વંસ કરી દેવાઈ હતી. બોલિવુડ અદાકારા સ્વરા ભાસ્કરએ બાબરી ધ્વંસની વરસી પર બાબરી મસ્જિદને યાદ કરી. સ્વરાએ કટાક્ષા કરતા ટ્વીટ કરી કે, ‘ભલે ગમે તેટલો ઢાંકપિછોડો કરી લો, ભગવાનનું…ઘર કોઈનાં પણ ભગવાનનું ઘર તોડવું પાપ હોય છે.’
આ પહેલા બાબરી મસ્જિદના વિવાદિત બાંધકામને તોડી પાડવા મામલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના નિર્ણય પર પણ સ્વરાએ પ્રતિક્રિયા આપી હતી. કોર્ટે એમ કહેતા બધા આરોપીઓને છોડી મૂક્યા હતા કે બાબરીને તોડવી ષડયંત્ર ન હતું અને એવું કરવા માટે કારસેવકોને કોઈ નેતાએ ઉશ્કેર્યા ન હતા. તેના પર સ્વરા ભાસ્કરે ચુકાદાને લઈને કટાક્ષ કર્યો હતો. સ્વરાએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, ‘બાબરી મસ્જિદ જાતે જ પડી ગઈ હતી.’
બીજી તરફ, ઓલ ઈન્ડિયા મસજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પણ 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદને યાદ કરી. તેમણે કહ્યું કે, 400 વર્ષ સુધી બાબરી અયોધ્યામાં ઊભી હતી, તેને આવનારી પેઢીઓને યાદ અપવાવાની અને શીખવાડવાની જરૂર છે. સાથે જ તેમણે કહ્યું કે, આ અન્યાયને ક્યારેય ભૂલી શકાશે નહીં.
ઓવૈસીએ કહ્યું હતું કે, ‘યાદ રાખો અને આગામી પેઢીને જણાવો: 400થી વધુ વર્ષોથી આપણી બાબરી મસ્જિદ અયોધ્યામાં ઊભી હતી. આપણા પૂર્વજોએ તેના હોલમાં નમાજ અદા કરી, તેના આંગણામાં એકસાથે પોતાનો ઉપવાસ તોડ્યો અને જ્યારે તેઓ મરી ગયા તો, બાજુના કબ્રસ્તાનમાં દફન થઈ ગયા.’ તેમણે કહ્યું કે, ’22-23 ડિસેમ્બર, 1949ની રાતે, આપણી બાબરી મસ્જિદ પર 42 વર્ષ સુધી ગેરકાયદે કબજો કરાયો. 1992માં, આજના જ દિવસે સમગ્ર દુનિયાની સામે આપણી મસ્જિદને ધ્વંસ કરી દેવાઈ હતી. તેના માટે જવાબદાર લોકોને એક દિવસની પણ સજા ન થઈ. આ અન્યાયને ક્યારેય ભૂલતા નહીં.’
આ દરમિયાન વિવિધ મુસ્લિમ સંગઠનોની અપીલ પર હૈદરાબાદ અને તેલંગણાના ઘણા વિસ્તારોમાં આ દિવસની કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. કેટલાક વિસ્તારોમાં દુકાનો અને વેપારી એકમો બંધ રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.