સોશ્યલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્ટિવ રહે છે જેનાથી તમામ લોકો વાકેફ છે. કેટલાક ખાસ પ્રસંગો પર પીએમ મોદી લોકોના મેસેજ અથવા તો વીડિયોને રી-ટ્વીટ કરીને પોતાના રિએક્શન આપવાનું ભૂલતા નથી. પીએમ મોદીએ એક એવું જ ટ્વીટ હાલમાં ચર્ચામાં છે.
વાસ્તવમાં એક્ટ્રેસ ગુલ પનાગે પોતાના અને પોતાના દિકરાનો એક વીડિયો ટ્વિટર પર શૅર કર્યો છે. આ વીડિયોમાં ગુલ પનાગ પીએમ મોદીના કવર ફોટોવાળી એક મેગેઝિન બતાવીને પોતાના દિકરાને પૂછે છે કે આ કોણ છે, તો જવાબમાં તેનો દિકરો કહે છે, ‘મોદી જી, મોદી જી’. દિકરાનો આ ક્યૂટ વીડિયો પોસ્ટ કરતા ગુલ પનાગે લખ્યુ કે, ”તો હવે, નિહાલ પીએમ મોદીને મેગેઝિન્સ અને ન્યૂઝપેપરમાંથી ઓળખી લે છે. સવારે મોદીજી ફોટો ઓળખી રહ્યો હતો, મેં કેમેરામાં આ તમામ બાબતોને ક્લિક કરવામાં મેનેજ કરી દીધું.”
ગુલ પનાગના આ વીડિયોને રી-ટ્વિટ કરતા પીએમ મોદીએ લખ્યુ કે, ”ખૂબ જ પ્રેમાળ, નાના નિહાલને મારા આશીર્વાદ ચોક્કસથી આપશો. તે જે ક્ષેત્રમાં જવા ઇચ્છે છે તે માટે મારી શુભકામનાઓ. તમારા એક સારા મેન્ટર અને ગાઇડ ચોક્કસથી મળશે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.