PM Svanidhi Yojana: દેશમાં કોરોના મહામારી દરમિયાન મોદી સરકારે એક યોજનાની શરૂઆત કરી હતી, જે હવે ઘણી પોપુલર બની છે. કારણ કે આ યોજના હેઠળ 50 હજાર રૂપિયા કોઈ પણ જાતની ગેરંટી વગર લોન મળે છે. આ સ્કીમ ખાસ કરીને તે લોકો માટે છે, જે નાનો મોટો રોજગાર કરે છે. પરંતુ કોઈ કારણસર તે પોતાનો ધંધો ફરીથી શરૂ કરી શકે તેમ નથી, અથવા તો નવેસરથી કોઈ નવો બિઝનેસ કરવા માંગે છે. આ સરકારી યોજનાનું નામ પીએમ સ્વનિધિ યોજના છે.
આ સ્કીમ ખાસ કરીને રેકડી અને પટરીવાળા લોકો માટે છે, જેમનો રોગગાર કોરોના મહામારી દરિયાન ખરાબ રીતે ચોપટ થઈ ગયો હતો. એવા લોકોની મદદ માટે સરકારે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી. પરંતુ યોજનાની સફળતાને જોતા સરકારે તેનો સમયગાળો વધારી દીધો છે. આ સ્કીમ હેઠળ સરકાર રોજગારની શરૂઆત માટે કોઈ પણ જાતની ગેરંટી વગર લોન આપી રહી રેકડી પટરીવાળા લોકોને મળે છે લોન
સરકાર પીએણ સ્વનિધિ યોદના હેઠળ રેકડી અને પટરીવાળા લોકોને ફરીથી પોતાનું કામ શરૂ કરવા માટે લોનની સુવિધા આપી રહી છે. આ યોજનાનો લાભ શાકભાજી વેચનાર, ફળ ફળાદિ વેચનાર અને ફાસ્ટ ફૂડની નાની દુકાન ચલાવનાર લોકો લઈ શકે છે.
50 હજાર સુધીની લઈ શકો છો લોન
કેન્દ્ર સરકાર પીએણ સ્વનિધિ યોજના હેઠળ 50 હજાર રૂપિયા સુધીની લોન આપે છે. પરંતુ 50 હજાર રૂપિયાની લોન માટે પોતાની ક્રેડિબિલિટી બનાવવી પડશે. એટલા માટે કોઈ પણ લોકોને આ સ્કીમ હેઠળ પહેલા 10 હજાર રૂપિયાની લોન મળશે. એકવાર લોન ચૂકવ્યા બાદ બીજી વખત ડબલ રાશિની લોન આપવામાં આવે છે.
કેવી રીતે મળશે 50 હજારની લોન?
હવે માની લો કે કોઈને બજારમાં રસ્તા પર ચાટની દુકાન કરવી છે. તેના માટે તેણે સ્વનિધિ યોજના હેઠળ 10 હજાર રૂપિયાની લોન લીધી. પછી જે તે વ્યક્તિએ લોનની રકમ સમયસર ચુકવી દીધી. એવામાં તે શખ્સ બીજી વાર આ સ્કીમ હેઠળ 20 હજાર રૂપિયાની લોન લઈ શકે છે. આ રીતે ત્રીજી વખત 50 હજાર રૂપિયાની લોન લઈ શકે છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે લોન પર સરકાર સબસિડી પણ આપે છે.
કોઈ ગેરંટીની જરૂર નથી
આ સ્કીમ બેઠળ લોન માટે કોઈ પણ જાતની ગેરંટીની જરૂરિયાત રહેતી નથી. અરજી મંજૂર થયા બાદ લોનનની રકમ ત્રણેય વખત પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. રેકડી અને પટરીવાળા લોકોને કેશ બેક સહિત ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ સ્કીમનું બજેટ વધાર્યું હતું.
અરજી કરવા માટે આધાર કાર્ડ જરૂરી
પીએમ સ્વનિધિ યોજના હેઠળ લેવામાં આવેલી લોનની રકમને એક વર્ષના સમયગાળામાં ચુકવી શકાય છે. દર મહિને EMI કરીને પણ લોનની રકમ ચુકવી શકો છો. પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે આધાર કાર્ડ જરૂરી છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન માટે કોઈ પણ સરકારી બેંકમાં અરજી કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.