અદાલતો પુનઃશરૂ કરવા વડોદરાના વકીલ દ્વારા મુંડન કરાવી અનોખી રીતે ગાંધીગીરી

લોકડાઉનના ત્રણ મહિના બાદ હવે અનલોકની શરૂઆત થઇ છે ત્યારે વ્યાપાર ધંધા સરકારી કચેરીઓ પુનઃશરૂ થઈ છે, ત્યારે કોર્ટો પણ સોશિયલ ડિસ્ટન્સ રાખીને શરૂ કરવી જોઇએ એવી માગણી સાથે વડોદરાના વકીલે મુંડન કરાવી અનોખી રીતે ગાંધીગીરી કરી માગણી કરી છે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ પ્રમાણે જિલ્લાની કોર્ટો અનલોક મા મહત્વના કિસ્સો હોય છે તે ઓનલાઇન ચલાવવામાં આવે છે પરંતુ કોર્ટો શરૂ કરવામાં આવતી નથી આ અંગે વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ એ રજૂઆત કરી હતી, પરંતુ આજદિન સુધી કોર્ટ પુનઃશરૂ કરી નથી.

આજે વડોદરાના વિનોદ બારોટ નામના વકીલે સવારે કોર્ટ ખાતે પહોંચી જઈ અદાલતની ફરી શરૂઆત કરાવવા અનોખી રીતે માંગણી કરી હતી તેઓ મુંડન કરાવીને કાળો કોટ પહેરીને કોર્ટ ખાતે પહોંચ્યા હતા અને લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી હાઈ કોર્ટને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે માગણી કરી હતી કે, અનલોકમા તમામ વ્યાપાર, ધંધા, ઉદ્યોગ શરૂ થઇ ગયા છે. ત્યારે કોર્ટ શરૂ નહીં કરવાને કારણે વકીલો બેકાર બન્યા છે. આર્થિક પરિસ્થિતિ ગંભીર બની છે ત્યારે અદાલતો ફરી શરૂ કરવી જોઇએ તે જરૂરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.