અદાણીએ acc અને અબુંજા સિમેન્ટ આટલા કરોડમાં હસ્તગત કરી ..

ACC અને અંબુજી સિમેન્ટ જેવી જાયન્ટ કંપનીઓને ખરીદવાની હોડની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી.અને આખરે આ રેસ ગૌતમ અદાણીએ જીતી લીધી છે અને 82,000 કરોડમાં સ્વિટઝરલેન્ડની આ બનેં કંપનીઓને હસ્તગત કરી લીધી છે.

અદાણી ગ્રુપે ACC અને અંબુજા સિમેન્ટ્સ હસ્તગત કરી છે. આ રીતે અદાણી ગ્રુપ એક જ ક્ષણમાં દેશમાં સિમેન્ટ ઉત્પાદનના મામલે બીજા ક્રમે આવી ગયું છે. અદાણી ગ્રુપે આ બે સિમેન્ટ કંપનીઓ સ્વિટ્ઝર્લેન્ડના હોલ્સિમ ગ્રૂપ પાસેથી ખરીદી છે. મળતા રિપોર્ટ્સ અનુસાર, આ ડીલ 10.5 બિલિયન ડોલર અથવા લગભગ 82,000 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે.

સવાલ એ છે કે ભારત અને એશિયાના સૌથી મોટા અમીર ગૌતમ અદાણીએ સિમેન્ટ સેક્ટરમાં આટલો મોટો દાવ કેમ રમ્યો?અને ઈકોનોમિક ટાઈમ્સ સાથેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં અદાણીએ તેનું કારણ વિગતવાર જણાવ્યું છે.

દેશના સૌથી મોટા કોમર્શિયલ પોર્ટ અને રિન્યુએબલ એનર્જી કંપનીનું સંચાલન કરતા ગૌતમઅદાણીએ જણાવ્યું હતું કે તેમના જૂથે દેશમાં માંગ-પુરવઠાના ગેપને દૂર કરવા માટે આ આ પગલું લેવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત સિમેન્ટની આયાત કરતું નથી, તેથી તમારે તેમાં આત્મનિર્ભર બનવું પડશે. તેઓ આગામી પાંચ વર્ષમાં અંબુજા અને ACC સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા બમણી કરવાની યોજના ધરાવે છે.અને હાલમાં, આ બંને કંપનીઓની વાર્ષિક ક્ષમતા 70 મિલિયન ટન છે, જે પાંચ વર્ષ પછી 140 મિલિયન ટન સુધી પહોંચવાનું આયોજન છે.

અદાણીએ કહ્યું કે ભારતમાં સિમેન્ટની માંગ આગામી કેટલાક દાયકાઓ સુધી ઊંચી રહેવાની ધારણા છે. ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સિમેન્ટ બજાર છે પરંતુ દેશનો માથાદીઠ સિમેન્ટનો વપરાશ વિશ્વના અડધા કરતાં પણ ઓછો છે. અમે આ સ્થિતિ બદલવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે અમે ગયા વર્ષે સિમેન્ટ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. આ અધિગ્રહણનો ઉદ્દેશ માંગ પુરવઠાના તફાવતને દૂર કરવાનો છે અને તે અમારા વર્તમાન વ્યવસાય સાથે પણ મેળ ખાય છે. અમારું માનવું છે કે અમે અમે એક પ્રકારનું બિઝનેસ મોડલ બનાવવાની સ્થિતિમાં છીએ જે સ્પર્ધાત્મક હશે અને તેનો કોઇ જોડ નહીં હોય.

અદાણીએ બનેં સીમેન્ટ કંપનીઓ હસ્તગત કરી હોવાના સમાચારે ACC અને અંબુજા સીમેન્ટના શેરના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. BSE પર ટ્રેડિંગ દરમ્યાન ACCનો શેર લગભગ આઠ ટકા વધીને રૂ. 2288.15 થયો હતો.અને અંબુજા સિમેન્ટનો શેર પણ લગભગ ચાર ટકા વધીને રૂ. 377.50 પર પહોંચ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.