અદાણી ગ્રીને ગુજરાતના ખાવડા આરઇ પાર્કમાં 1GW સોલાર એનર્જીનું શરૂ કર્યું ઉત્પાદન, શેરમાં ઉછાળો

Adani Green Energy Share Price Today: અદાણી ગ્રીનના શેર  2.82% ઉછળીને 1,983.6 ના ઇંટ્રાડે હાઇ સુધી પહોંચી ગયો. આ સાથે જ કંપનીની માર્કેટ કેપ પણ 3.14  લાખ કરોડ રૂપિયાના ઇંટ્રાડે હાઇ સુધી પહોંચી ગઇ.

Adani Renewable Energy Park: અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) એ સોમવારે ગુજરાતના ખાવડા  (Khavda) માં રિન્યૂએબલ એનર્જી પાર્ક (Renewable Energy Park)માં 1GW સોલાર એનર્જીનું સંચાલન શરૂ કરી દીધું છે.

1GW એનર્જી કંપનીના કુલ 30 GW એનર્જી લક્ષ્યનો ભાગ છે. આ સાથે જ અદાણી ગ્રીન એનર્જીએ પોતાની ઓપરેશનલ ક્ષમતાને વધારીને 9,478 MW કરી લીધી છે. કંપનીએ આગામી પાંચ વર્ષમાં ગુજરાતના ખાવડા (Khavda) સ્થિત રિન્યૂએબલ એનર્જી પાર્કમાં કુલ 30GW ઉર્જા ઉત્પાદનનો ટાર્ગેટ મુક્યો છે.

કંપનીના શેરમાં આવ્યો ઉછાળો 
અદાણી ગ્રીનનો શેર 2.82% વધીને રૂ. 1,983.6 ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. આ સાથે કંપનીનું માર્કેટ કેપ પણ રૂ. 3.14 લાખ કરોડની ઇન્ટ્રાડે હાઇ પર પહોંચી ગયું છે.

ગુજરાતના ખાવડામાં સ્થિત રિન્યુએબલ એનર્જી પાર્કના 1 GW નું કંપનીએ ઓપરેશન શરૂ કર્યું છે, તે રિન્યુએબલ સેક્ટરમાં દેશનો સૌથી ઝડપથી વિકસતો ગ્રીનફિલ્ડ સોલાર ક્ષમતાનો પ્લાન્ટ છે. કંપની આગામી 5 વર્ષમાં એટલે કે FY29 સુધીમાં તેની 30 GW ઊર્જાનું સંચાલન કરવાની યોજના બનાવી રહી છે. તેના દ્વારા વાર્ષિક 8,100 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે અને 1.6 કરોડ ઘરોને તેનો લાભ મળશે.

5 પેરિસ જેટલો મોટો પાર્ક
30GW ઉર્જાવાળો દુનિયાનો સૌથી મોટો રિન્યૂએબલ એનર્જી પાર્ક 538 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેનું ક્ષેત્રફળ 5 પેરિસ જેટલું છે. આ  FY29 સુધી આ પુરો થનાર આ પાર્કથી 15,200 નોકરીઓ જનરેટ થવાનું અનુમાન છે. આ પાર્ક સંયુક્ત રાષ્ટ્રના 2030 સુધી સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલનો ભાગ છે. આ પાર્ક FY29 સુધી પોતાના ઓપરેશનના 100% લક્ષ્ય સુધી પહોંચી જશે.

કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો
FY29 સુધીમાં 30GW રિન્યુએબલ પાર્કની કામગીરી શરૂ થયા પછી 58 મિલિયન ટન CO2 નું ઉત્સર્જન ઘટશે. આ ઉત્સર્જન 60,300 ટન કોલસાના ઉત્સર્જન અથવા 1.26 કરોડ કારમાંથી ઉત્સર્જન જેટલું છે.

ટેક્નોલોજીનો ઉપયોગ
અદાણી ગ્રીન એનર્જીના ખાવડા સ્થિત રિન્યૂએબલ એનર્જી પાર્કમાં બાઇફેશિયલ સોલાર PV મોડ્યૂલ, 5.2 MW ક્ષમતાવાળા ટરબાઇન જનરેટરનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ આ પાર્કમાં આર્ટિફિશિયલ ઇંટેલીજેન્સ તથા મશીન લર્નિંગ ઇંટિગ્રેશન પણ કરવામાં આવ્યું છે. જેથી રિયલ ટાઇમ પર ઓપરેશન અને પ્લાન્ટનું મોનિટરિંગ કરી શકાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.