અદાણી ગ્રૂપને ઝટકો : દિલ્હી પાસે દેશનું સૌથી મોટું જેવર એરપોર્ટ સ્વીસ કંપની બનાવશે

દિલ્હી પાસે આવેલા એવર એરપોર્ટના નિર્માણ માટે જ્યૂરિખ એરપોર્ટ ઇંટરનેશનલને જવાબદારી સોપવામાં આવી હતી. મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યૂરિખ એરપોર્ટ ઇંટરનેશનલે અદાણી ગુ્રપ અને ડાઇલને પછાડીને બાજી મારી લીધી છે.

નોઇડા ઇંટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના સીઇઓ અરૂણ વીરસિંહે જણાવ્યું હતું કે 2 ડિસેમ્બરે સમિતિ સામે આ બિડિંગને મુકવામાં આવશે. જે બાદ સત્તાવાર રીતે મોહર મારવામાં આવશે.

એવર એરપોર્ટની 29,560 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે જે ચાર ગુ્રપે બોલી લગાવી હતી તેમાં એંકોરેજ ઇંફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટ હોલ્ડિંગ્સ લિમિટેડ પણ સામેલ છે. સ્વિત્ઝર્લેન્ડમાં વડુ મથક ધરાવતી આ કંપની જ્યૂરિખ એરપોર્ટ ઇંટરનેશનલે જેવર એરપોર્ટ માટે પ્રતિ મુસાફર સૌથી વધુ 400.97 રૂપિયાની બોલી લગાવી હતી.

જ્યૂરિખ એરપોર્ટ ઉપરાંત ડાયલ (દિલ્હી ઇંટરનેશનલ એરપોર્ટ લિમિટેડ)એ 351, અદાણી ગુ્રપે 360 રૂપિયા જ્યારે અંકોરેજ ઇંફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સે 205 રૂપિયા બોલી લગાવી હતી. આ બિડિંગ પ્રતિ મુસાફર થનારા ખર્ચને ધ્યાનમાં રાખીને મગાવવામાં આવી હતી. હાલ જેવર એરપોર્ટ દિલ્હી-એનસીઆરમાં ત્રીજુ એરપોર્ટ હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.