ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે રાઘવ બહલના મીડિયા વેન્ચર ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (QBM)માં લઘુમતી હિસ્સો ખરીદ્યો છે. આ સમાચારની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. બુધવારના ટ્રેડિંગમાં, રોકાણકારોએ શેરબજારમાં લિસ્ટેડ કંપની ક્વિન્ટ ડિજિટલ મીડિયા લિમિટેડના શેરની જબરદસ્ત ખરીદી કરી છે. અને આની અસર એ થઈ કે કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી.
BSE ઈન્ડેક્સ પર ક્વિન્ટ ડિજિટલ મીડિયા લિમિટેડના શેરની કિંમત રૂ. 483.40 પર બંધ થઈ. કંપનીના શેરમાં 20 ટકાની અપર સર્કિટ હતી. આનો અર્થ એ થયો કે કંપનીના શેરમાં આગલા દિવસની સરખામણીમાં 20 ટકાનો વધારો થયો છે. રૂપિયાના સંદર્ભમાં શેર દીઠ રૂ. 80.55નો ફાયદો નોંધાયો છે. તે જ સમયે, બજાર મૂડી રૂ. 1 હજાર કરોડના સ્તરને વટાવી ગઈ છે. જણાવી દઈએ કે અદાણી ગ્રુપે જે મીડિયા સાહસમાં હિસ્સો લીધો છે તેનું નામ QBM છે. તે બિઝનેસ અને ફાઇનાન્સ સંબંધિત ન્યૂઝ કંપની છે અને બ્લૂમબર્ગક્વિન્ટ નામનું ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ચલાવે છે.અને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીનું નામ ક્વિન્ટ ડિજિટલ મીડિયા લિમિટેડ છે.
જો કે, QBMમાં અદાણી ગ્રૂપના ઉમેરા સાથે, અમેરિકન કંપની બ્લૂમબર્ગ મીડિયાએ આ સાહસમાંથી બહાર નીકળી ગયું છે. જોકે, હાલમાં આ ગ્રૂપની ન્યૂઝ સંબંધીત વેબસાઈટ હિન્દી અને અંગ્રેજીમાં ચાલી રહી છે. જોકે, અદાણી ગ્રૂપ આવતા કોઈ મોટા ફેરફાર થવાના પૂરા એંધાણ છે. બ્લૂમબર્ગ મીડિયા અને ક્વિન્ટિલિયન મીડિયા હવે ન્યૂઝ સ્ટોરીનું કો પ્રોડક્શન કરશે નહીં. પરંતુ લાયસન્સ કરારથી ભારતમાં બ્લૂમબર્ગ સામગ્રીનું વિતરણ કરવાનું ચાલુ રાખશે.અને ક્વિન્ટ ડિજિટલ મીડિયા લિમિટેડ, એક ડિજિટલ મીડિયા જૂથે મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે અદાણી જૂથ સાથે કરાર આધારિત મીડિયા સેક્ટરમાં પ્રવેશ કરી લીધો છે.
જોકે, ફૂલટાઈમ ન્યૂઝ લાઈન્સ પર અદાણી એક્ટિવ થશે કે આ જ ચેનલ્સને અપગ્રેડ કરશે એ અંગે કોઈ કંપનીએ પુરતી ચોખવટ કરી નથી. અદાણી ગ્રુપ ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા પ્રાઈવેટ લિમિટેડમાં મર્યાદિત ભાગને હસ્તગત કરશે. અદાણી મીડિયા વેન્ચર્સ લિમિટેડના સીઈઓ સંજય પુગલિયાએ જણાવ્યું હતું કે, અદાણી મીડિયા વેન્ચર્સ જુદા જુદા પ્લેટફોર્મ પર નવા આધુનિક મીડિયા માટે નવા ક્ષેત્રનું નેતૃત્વ કરવાનો ઇરાદો ધરાવે છે.
ટેક્નોલોજી અપનાવવા અને માહિતીનો પ્રસાર કરવાની આપણા રાષ્ટ્રની વધેલી ક્ષમતાએ મીડિયા દ્વારા અધિકૃત માહિતીના પ્રસારણની અપેક્ષા ધીમે ધીમે અને તબક્કાવાર રીતે પરિવર્તિત કરી છે. અદાણી મીડિયા વેન્ચર્સનો હેતુ આ જ છે.અને મને QBM ની પ્રતિભાશાળી, વિશ્વસનીય અને વૈવિધ્યસભર ટીમ સાથે કામ કરવાનો વિશેષાધિકાર મળ્યો છે. AMV અને QBM વચ્ચેનો આ સંબંધ ભારતીય મીડિયામાં અદાણી જૂથના પ્રવેશની મજબૂત શરૂઆત દર્શાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.